________________
ગાથા- ૨૨૯
૪૯૧
પ્રવચન . ૩૦૬ ગાથા–૨૨૯, ૨૩૦ રવિવાર, ભાદરવા વદ ૩, તા. ૦૯-૦૯-૧૯૭૯
સમયસાર' ૨૨૯ ગાથા. મુમુક્ષુ :- ૧૬ ૧ કળશનો ભાવાર્થ બાકી છે. ઉત્તર :- એમાં બધું આવી ગયું.
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्टी मुणेदव्यो।।२२९ ।। જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો,
ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. ટીકા :- સમ્યગ્દષ્ટિ એટલે કે અંતર્મુખની ચૈતન્યની દૃષ્ટિ જેને થઈ છે. બહિર્મુખ જે ઇન્દ્રિય આદિના વિષયો તરફનું જેને વલણ છૂટી ગયું છે, હોય છે પણ એનું વલણ છૂટી ગયું છે. આહાહા...! જે આત્મા જ્ઞાયક આનંદસ્વરૂપ પ્રભુ, અતીન્દ્રિય આનંદનું દળ જે શાશ્વત ધ્રુવ, તેના તરફ જેના વલણ વળ્યા છે, આહા! એ વલણ આત્મામાં ઝુકવે છે. આત્મા પૂર્ણાનંદનો નાથ છે તેના વલણમાં તે એને આદરે છે. આહા.! ઝીણી વાત, ભાઈ! આહાહા...! આ આંખના વિષયથી આમ ઇન્દ્રિયોના વિષયો આંખથી જોવે, શરીર ધૂળ, પુષ્ટ, પાતળું, જાડું એ આંખથી જોવે એ તો પુદ્ગલ દેખાય છે. આહાહા...! એ આંખનો વિષય છે એ તો પુદ્ગલ જણાય છે. આનું આ શરીર સુંદર છે અને આવું આવું છે ને આવું આવું છે. આહાહા.! એ ઇન્દ્રિયનો વિષય પણ જેને અંતરમાંથી રુચિથી છૂટી ગયો છે અને અનીન્દ્રિય એવો ભગવાન, આહાહા..! છ કાયની હિંસા ન કરવી એનો અર્થ કે છ કાયમાં પોતે પણ છે કે નહિ? આહાહા.! એનું જેટલું અને જેવડું સ્વરૂપ છે તેટલું ન માનતાં અધિક, ઓછું, વિપરીત માને તે આત્માની હિંસા છે. આહાહા...!
અહીંયાં એ કહે છે કે, આત્મા જેને સમ્યગ્દષ્ટિ થઈ, દષ્ટિ સમ્યકુ ચૈતન્યમૂર્તિ પૂર્ણાનંદનો નાથ બહિર્મુખ દૃષ્ટિ છૂટીને અંતર્મુખ થઈ છે, આહાહા..! એવો જે સમ્યગ્દષ્ટિ, સત્યદૃષ્ટિ સત્યસ્વરૂપ જે પૂર્ણ પ્રભુ આત્માનું એનો જેને સ્વીકાર થઈને સમ્યગ્દષ્ટિ થઈ છે, આહાહા...! તે “સમ્યગ્દષ્ટિ ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે... આહાહા...! એની દૃષ્ટિમાં તો ટંકોત્કીર્ણ એટલે શાશ્વત, એક જ્ઞાયકભાવમયપણું છે). આહાહા...! જેનો વિષય જ્ઞાયકભાવ છે. જેનો વિષય નિમિત્ત નહિ, રાગ નહિ ને પર્યાયે નહિ. આહાહા...! આવી વાતું છે. બહારના વિષયોથી જ્યારે રુચિથી મરી જાય છે ત્યારે અંદરની રુચિથી તે જીવતો થાય છે. આહા..! અને અંદરની રુચિને મારી નાખીને પાંચ ઇન્દ્રિયના વિષયની રુચિમાં જાય છે ત્યારે આત્માનું