________________
૪૯૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( ગાથા–૨૨૯)
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदवो।।२२९।। यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्।
स निश्शङ्कश्चेतयिता सम्यग्दृष्टिातव्यः ।।२२९।। यतो हि सम्यग्दृष्टि: टङ्कोत्कीर्णैकज्ञायकभावमयत्वेन कर्मबन्धशङ्काकरमिथ्यात्वादिभावाभावान्निश्शङ्क, ततोऽस्य शङ्काकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव।
હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશક્તિ અંગની અથવા નિઃશંક્તિ ગુણની-ચિતની) ગાથા કહે છે :
જે કર્મબંધનમોહક પાદ ચારે છેદતો,
ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદૃષ્ટિ જાણવો. ૨૨૯. ગાથાર્થ - [ 4: વેયિતા ] જે શ્વેતયિતા, [ કર્મવશ્વમોહરાનું ] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [ તાન વાર: પિ પહાન ] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [ છિનત્તિ ] છેદે છે, [૨] તે [ નિરશ: ] નિઃશંક [ સાષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ - સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી શ્રુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.
* ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા.