________________
૪૮૯
શ્લોક–૧૬ ૧ તેનો એ જ્ઞાતા છે અને તે છે તેની અલ્પ સ્થિતિ ને રસવાળો છે માટે તેને બંધ ગણવામાં આવ્યો નથી. આહાહા...! સમ્યકુ આત્માની પ્રતીતિ અને અનુભવ થયો તો કહે છે કે મનુષ્ય હોય એને અશુભભાવ પણ આવે, શુભભાવ હોય પરિણતિમાં પણ જ્યારે એને આયુષ્ય બંધાવાનું હોય ત્યારે ઇ શુભભાવમાં જ બાંધશે, ઈ અશુભમાં નહિ બાંધે. એટલું તો દૃષ્ટિની જોરની દૃષ્ટિ વર્તે છે. આહાહા...!
એ કર્મનો ઉદય આવે છે પણ આત્મા કર્મના ઉદયમાં નિઃશંક અને નિર્ભય એવા આઠ ગુણથી પોતામાં વર્તતો તેનું જે અલ્પ ભાવપણે પરિણમન છે તેને ન ગણતા, તેની સ્થિતિ, રસ અલ્પ પડે તેને ન ગમ્યું. પણ આને લઈને સર્વથા કોઈ એમ માની બેસે કે સમ્યગ્દષ્ટિને કંઈ દુઃખ જ હોતું નથી અને જરાય બંધ હોતો નથી. તો દસમા ગુણઠાણા સુધી બંધ છે. ભાઈ! “દીપચંદજીને એમ થઈ ગયું હતું ને? ભાઈનું વાંચીને, તમારું. “સોગાની'નું. દીપચંદજી ઘણી વાર અહીં આવતા, પણ રહે થોડું સાત દિ ને બાર મહિના પછી ત્યાં રહે. એટલે આનું વાંચીને જરી ફેરફાર થઈ ગયો કે આ તો સમકિતી દુઃખને વેદે છે એમ કહે છે અને દુઃખને વેદે છે તો તીવ્ર કષાયવાળો હોય, સમકિતી નહિ. એમ નથી, ભાઈ! કઈ અપેક્ષા છે? બાપુ એ અલ્પ દુઃખને વેદે છે. જેટલો રાગ થયો, ભય થયો તેને એ વેદે છે. એ તો ન આવ્યું? નવમાં આવશે. ૪૭ મયમાં. વેદે છે, ભાઈ! પૂર્ણ આનંદનું વેદન હોય તો સિદ્ધને હોય, પૂર્ણ દુઃખનું વદન હોય તો મિથ્યાષ્ટિને હોય. ત્યારે સમ્યગ્દર્શનમાં આનંદ ને દુઃખ બેય છે. જેટલો સ્વઆશ્રય દૃષ્ટિ પ્રગટી, સ્થિરતા (થઈ) તેટલો આનંદ છે અને જેટલો નિમિત્તને આધીન હજી રાગ થાય છે તેટલું દુઃખ છે. દુઃખનું વેદન સમકિતીને છે અને એને લઈને એટલો બંધ પણ થાય છે. પણ અહીં એને દૃષ્ટિના જોરથી વાત કરવી છે. અને ‘જયસેનાચાર્યની ટીકામાં તો એમ છે કે આમાં પાંચમા ગુણસ્થાન ઉપરની મુખ્ય વાત છે. મુખ્ય, મુખ્ય હોં! એમ ભાષા છે. ગૌણપણે સમકિતી છે. આહાહા. એમાં એકાંત લઈ જાય છે કે, આમાં સમકિતનો અધિકાર નથી, એ તો મુનિનો જ અધિકાર છે. એમ નથી, સાંભળ. ત્યાં શબ્દ તો મુખ્યપણે એવો લીધો છે. સંસ્કૃત ટીકામાં છે. અરે.રે.! શું થાય?
અહીં પણ એમ કહે કે, એને બિલકુલ બંધ નથી. “જરા પણ’ છે ને? [મના કવિ, મિનાછું ગપિ નિરિત થતો નથી.” મિનાલ્ડ ]િ [નાસ્તિ, પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું તેના ઉદયને ભોગવતાં તેને નિયમથી તે કર્મની નિર્જરા જ થાય છે.” આહાહા..! એ નિર્જરા અધિકાર છે ને? બીજી, ત્રીજી ગાથામાં આવી ગયું છે કે જે ઉદય આવે એને ભોગવવા, સુખ-દુઃખની ભાવના હોય છે પણ એ ખરી જાય છે. આહાહા...! એ અપેક્ષાએ કહ્યું છે. બાકી તો જેટલો હજી રાગરૂપે પરિણમે છે એટલું દુઃખ પણ છે અને એટલે એને બંધન પણ છે. સર્વથા નથી એમ એકલો માની ત્યે તો એકાંત થઈ જશે. આહા...! વિશેષ ભાવાર્થ કહેશે..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)