________________
४८८
સમયસાર સિદ્ધિ ભાગ-૭ જાય અને પૂર્ણ આ છે એને ભોગવે તો દ્રવ્યને ભોગવી શકતો નથી. શું કહ્યું છે? પૂર્ણ દ્રવ્ય જે છે એની પૂર્ણ પર્યાયને પૂર્ણ ભોગવે તો તો સિદ્ધ થઈ જાય અને દ્રવ્યને પૂર્ણને ભોગવે એ તો બની શકતું નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. આહાહા! એ સર્વસ્વ પૂર્ણાનંદનો નાથ તેના ઉપર આશ્રય, દૃષ્ટિ છે અને તેનું જ્ઞાન તેના લક્ષમાં છે, એના લક્ષમાં (છે), એથી તે દૃષ્ટિ પૂર્ણ જ્ઞાન અને પૂર્ણને ભોગવે છે એમ કહેવામાં આવે. સમજાણું કાંઈ?
બીજી રીતે કહીએ તો દૃષ્ટિ અને જ્ઞાનની પર્યાયમાં સારા દ્રવ્યનું જ્ઞાન અને શ્રદ્ધા આવી ગઈ છે. એને ભોગવે. શું કહ્યું છે? પ્રભુ આહાહા...! જેની જ્ઞાનપર્યાયમાં સારો જ્ઞાયક પૂર્ણાનંદનો નાથ તેનું જ્ઞાન થઈ ગયું છે. ઈ એમાં આવ્યો નથી પણ એનું જ્ઞાનપર્યાયમાં પૂર્ણનું થઈ ગયું છે અને દૃષ્ટિમાં પણ પૂર્ણ જેવો છે તેની પ્રતીતિ થઈ ગઈ છે. પ્રતીતમાં (અર્થાત્ પ્રતીતિની પર્યાયમાં) એ આવ્યો નથી પણ એની પ્રતીત થઈ ગઈ છે. એથી પ્રતીત અને જ્ઞાનની પર્યાયને ભોગવતો સર્વસ્વને ભોગવે છે એમ કહેવામાં આવે છે. આહાહા...! હવે આવી નવરાશ ન મળે ને આવો માર્ગ છે.
‘સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને...” (ય રૂદ નWા]િ જે નિઃશંક્તિ આદિ ચિલો...” લક્ષણ. નિઃશંકિત આદિ સમકિતના ચિલો–લક્ષણો, ગુણો કહેવાય છે. છે તો પર્યાય પણ ઈ પર્યાયને નિઃશંકિત ગુણ કહેવામાં આવે છે. છે તો નિઃશંકિત આદિ આઠ (ગુણ) છે એ પર્યાય છે. સમકિતના નિઃશંક આદિ આઠ ગુણો છે તે પર્યાય છે. સમકિત પોતે પર્યાય છે ને. એના જે આઠ લક્ષણો–ચિહ્ન છે એ પર્યાય છે. આહાહા...! નિઃશંકિત આદિ (આઠ) ચિલો...” એટલે લક્ષણો સિવ વર્ષ “સમસ્ત કર્મને હણે છે.” એટલે કે નિઃશંકિત આદિમાં રહેતો પ્રાણી, એને ઉદયનો ભાવ તે ખરી જાય છે. હણે છે એટલે કે ખરી જાય છે. આહાહા...! સમજાણું કાંઈ? નિઃશંક નિર્ભય, સમકિતના જે આઠ લક્ષણો પ્રગટ્યા છે તેથી તેને કર્મનું બંધન થતું નથી. એ ઉદય આવે છે તેનામાં જોડાણ નથી એટલે ખરી જાય છે. એટલું અહીં જોર કહેવું છે ને. આહાહા...!
કર્મનો ઉદય વર્તતા છતાં,” છે? “સમસ્ત કર્મને હણે છે; માટે કર્મનો ઉદય વર્તતા છતાં, સમ્યગ્દષ્ટિને ફરીને કર્મનો બંધ જરા પણ થતો નથી. અહીં દૃષ્ટિના જોરની અપેક્ષાએ વાત છે. આહાહા.! ભયપણે પરિણમતો હોય તો તો એકલો પ્રકૃતિનો બંધ જ થાય પણ અહીં ઇ પરિણમનને ગૌણ કરી નાખીને એકલા નિઃશંક આદિ આઠ ગુણો લેવા છે. તે ગુણો તો કર્મના ઉદયને હણે એટલે કે નવું બંધન થતું નથી. એ ઉદય આવે છે તે ખરી જાય છે, નવું બંધન થતું નથી. નિઃશંક નિર્ભય સ્વભાવમાં રમતો... આહાહા...! એને નવા કર્મનું બંધન છે નહિ. હવે આમાં એમ એકાંત લઈ જાય કોઈ કે, સમ્યગ્દષ્ટિને બંધન નથી ને દુઃખ નથી. એ તો ૪૭ પ્રકૃતિનો બંધ નથી અને અલ્પ બંધ ને સ્થિતિ છે તેને અહીં ગણી નથી. આહા.!
મુમુક્ષુ :- જરા પણ થતો નથી એમ લખ્યું છે. ઉત્તર :- ઇ જરાનો અર્થ આ. સ્વભાવની અપેક્ષાએ જરા પણ બંધ નથી. અલ્પ છે