________________
૩૬ ૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ કાદવમાં રહેવા છતાં તેને કાટ લાગતો નથી. એ આને લઈને છે. એમ લાઠું કાદવમાં પડ્યું છે ને લેપ લાગે) એ તો લોઢાના સ્વભાવને લઈને છે. આહાહા...! “કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે....... આહાહા.! “લોખંડ કાદવ મળે પડ્યું થકું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી વેપાવાના સ્વભાવવાળું છે,” એ તો એનો પોતાનો સ્વભાવ છે, કાદવને લઈને નહિ. આહાહા...!
ભાવ નામનો ગુણ છે. એમાં કહે છે, ષકારક વિકારપણે પર્યાય પરિણમે છે. જેની દૃષ્ટિ ત્યાં છે તે પોતાના પારકે પરિણમે છે એ એનાથી લેપાય છે પણ જેની દૃષ્ટિ એના ઉપર નથી.. આહા.! અને આત્મદ્રવ્ય ઉપર છે તેમાં ભાવ નામના ગુણને લઈને એ ષકારકની વિકૃતિના પરિણામથી અભાવરૂપે પરિણમવું એવો એનો સ્વભાવ છે. આહાહા...! આવો ધર્મ કેવો? ઓલી તો કેટલી આમ ધમાલ ચાલે. ભક્તિ કરો, પૂજા કરો, ફલાણું કરો, સંગીત લગાવો. અત્યારે ચાલ્યું છે. સંગીત... સંગીતનું વજન. વિદ્યાનંદ છે ને? સંગીત બનાવ્યું છે. અહીં આવ્યું છે ને? એક બેન લાવ્યા હતા. “વંgિ _ સિદ્ધ પણ એથી શું થયું? સંગીતમાં લગાવો. ત્રણસો રૂપિયા અહીં આપો તો તમને એ બધું મળશે. સંગીત એ તો બધો વિકલ્પ, રાગ છે. સંગીત સાંભળવું એ પણ રાગ છે. સંગીતમાં મજા આવી જાય આમ, બસ! દેવલાલીમાં એ છે ને? “મુંબઈ પાસે. ત્યાં સંગીત લગાવે. જે સ્વરૂપ સમજ્યાની એવી લગાવે આમ અંદર (કે) લોકોને આમ ધૂન ચડે. પણ એ તો રાગ છે. ભાઈ!
લોખંડ કાદવમાં પડ્યું છે તેથી તેને લેપ લાગે છે એમ નહિ. એ લેપ લોઢાનો જ સ્વભાવ છે. આહાહા.! તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો...” વિકારી પરિણામની મધ્યમાં દેખાય છે, વિકારી પરિણામથી લેપાય છે. આહાહા.. કેમકે એની દૃષ્ટિ ત્યાં છે. જેના દૃષ્ટિના અસ્તિત્વમાં વિકારનું જ અસ્તિત્વ ભાસે છે. તેથી તે અજ્ઞાની એવા કાર્યની મધ્યમાં પડ્યો લેપાય જ છે. એ તો પોતાને કારણે લેપાય છે, એમ કહે છે. એનો લેપાવાનો અજ્ઞાનીનો સ્વભાવ જ એ છે. આહાહા...!
કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ.” આહાહા...! ભગવાન ત્રિલોકનાથ પ્રત્યે કરવામાં આવતો રાગ. આહા..! અને વાણી પ્રત્યે પણ કરવામાં આવતો રાગ. “સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ... આહાહા.! સર્વ દ્રવ્યમાં તો તીર્થકર અને તીર્થંકરની વાણી પણ આવી કે નહિ? હેં? દેવ-ગુરુ-શાસ્ત્ર આવ્યા કે નહિ? આહાહા...! પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવવાળું...” અજ્ઞાનીને તો એ રાગનું ગ્રહણ (કરવું) એવો જ એનો સ્વભાવ છે. આ લોઢાનો સ્વભાવ છે કાદવ મધ્યે, (એ) કાદવને કારણે નહિ. લોઢાના સ્વભાવને કારણે. એમ અજ્ઞાનીનો સ્વભાવ જ એ છે. રાગની એકતાપણે થવું એવો એનો સ્વભાવ હોવાથી અજ્ઞાની “કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે. આહાહા...! બહુ ઝીણું.