________________
પ૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે જ નહિ. આહાહા...! અરે.રે...! આવો સ્વભાવ અરે.રે.! ગોપ્ય રહ્યો, ગોપ્ય, ગોપ્ય રહ્યો. અગોપ્ય છે એને ગોપ્ય રાખ્યો. આહાહા..! એવો જે ભગવાન આત્મા, એના સ્વરૂપની શક્તિઓનો જે ભંડાર છે તેને ખોલીને શક્તિઓને વધારવી એ નિશ્ચય પ્રભાવના છે અને વ્યવહારમાં દેવ, ગુરુ, શાસ્ત્ર પ્રત્યે પ્રેમ કરવો. આહા...! “વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે વ્યવહાર વડે, શુભરાગ. “ઉદ્યોત કરવો તે વ્યવહાર પ્રભાવના છે).
આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. જોયું? પરાશ્રિતની અપેક્ષાએ આઠ ભાવને કહ્યા અને ઓલામાં (નિશ્ચયમાં) એમ કહ્યું હતું જોયું? “ગુણોના સદ્ભાવમાં,...” ચારિત્રમોહના ઉદયરૂ૫) “શંકાદિ પ્રવર્તે તોપણ તેમની –શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે....... ત્યાં તો એમ કહ્યું છે. અંદર દૃષ્ટિમાં તો નિઃશંક છે ને? “બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.” આહાહા.! રાગની ક્રિયા દયા, દાન, વ્રત, તપ, ભક્તિની છે અને ધર્મ માને એ મિથ્યાત્વ છે. આહાહા.! એ મિથ્યાત્વની પ્રધાનતાથી અહીં વાત લીધી છે. આહાહા.! સમજાણું કાંઈ?
એ ‘વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે.” જોયું? વ્યવહાર છે પણ તેની ગૌણતા છે. મુખ્યતા નિઃશંકની, નિશ્ચયની છે. આ “સમયસારમાં સ્વરૂપના આશ્રયની નિશ્ચયની પ્રધાનતા છે. આહા...! ચરણાનુયોગમાં વ્યવહારની પ્રધાનતાથી કથન આવે. અહીં કહે છે કે, એ ગૌણ છે. આહાહા...! અરે...! એણે કોઈ દિ પૂર્ણાનંદના નાથને જોયો નહિ, જાણ્યો નહિ ને વાતું બધી કરી. આહાહા...! મોટા અભિમાન, અભિમાન, અભિમાન જાણે અમે... આહાહા...! ભાઈ!
એણે માનની વ્યાખ્યા કરી છે. બહુ સરસ વ્યાખ્યા, ઓહોહો...! ભાઈ હુકમચંદજીએ. નિર્માન માર્દવ ધર્મની વ્યાખ્યા કરી છે. પાટનીજી' વાંચ્યું છે કે નહિ? વાંચ્યું છે? મળ્યું છે? ઠીક, આહા! એમ થઈ જાય કે, આહાહા.! વાહ! સ્પષ્ટીકરણ કરવાની પદ્ધતિ. એમ કે માન પરવસ્તુ ચીજ છે એમ નહિ, પરવસ્તુ ન હોય તોપણ દીનતા આવે છે એનું પણ એક માન છે. આમ તો “શ્રીમદ્દે કહ્યું નહિ? “માન પ્રત્યે તો દીનપણાનું માન છે માન એટલે દીનપણું જ છું, એનો માનનો અભાવ થઈ ગયો. અને અહીં તો કહે છે, દીન હોય છે, અરે..! અમે દીન છીએ. એ પણ એક અભિમાન, મિથ્યાત્વ છે, અભિમાન છે. આહાહા.! બહુ વ્યાખ્યા લાંબી કરી છે. આહાહા...!
અહીં નિશ્ચયપ્રધાન કથનમાં...” ભગવાનઆત્મા નિર્મળાનંદ પ્રભુ, દયા, દાનના વિકલ્પથી પણ પ્રભુ રહિત છે. આહાહા.! એવા આત્માની શ્રદ્ધા-જ્ઞાનની મુખ્યતામાં વ્યવહાર છે તે ગૌણ કરીને કહેવામાં આવે છે. મુખ્ય તો નિશ્ચય કહેવામાં આવે છે. આહાહા...! “સમ્યજ્ઞાનરૂપ પ્રમાણષ્ટિમાં બન્ને પ્રધાન છે.” નિશ્ચયષ્ટિમાં વ્યવહાર ગૌણ છે પણ પ્રમાણદૃષ્ટિમાં બેય એકસાથે છે એમ જાણવામાં આવે છે. શું કહ્યું છે? આહાહા.! જ્યાં અંતર સ્વના આશ્રયની દૃષ્ટિનું કથન છે ત્યાં આગળ પ્રધાનતા તેની–નિશ્ચયની છે અને રાગાદિનો વ્યવહાર જે છે