________________
ગાથા૨૩૬
૫૬૫ તેની ગૌણતા છે પણ જ્યારે પ્રમાણથી જોઈએ તો નિશ્ચય અને વ્યવહારનું એકસાથે જ્ઞાન થાય ત્યાં બેયની મુખ્યતા છે. છે? “સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. શું કીધું ઈ સમજાણું કાંઈ? આહાહા.! વસ્તુ ભગવાનઆત્મા, શુદ્ધ અનંત આનંદનો કંદ, એનો જે અનુભવ ને સમ્યગ્દર્શન, એની નિશ્ચય કથનીમાં વ્યવહાર કથનો છે એ ગૌણ છે. ત્યારે પ્રમાણદૃષ્ટિએ જોઈએ તો ઓલા નિશ્ચયની પ્રધાનતા અને વ્યવહારની ગૌણતા (છે) પણ પ્રમાણથી જોઈએ તો બેયની પ્રધાનતા (છે), એ સાથે છે એમ. નિશ્ચય છે અને સાથે વ્યવહાર છે, એવું પ્રમાણજ્ઞાન બેયને એકસાથે જાણે છે. આહાહા...!
મુમુક્ષુ :- નિશ્ચયપૂર્વકનો વ્યવહાર આવો જ હોય?
ઉત્તર :- વ્યવહાર આવો હોય. જ્યાં સુધી વીતરાગ ન થાય ત્યાં સુધી. આહાહા...! સમજાણું કાંઈ? માળાએ માર્દવ ધર્મની વ્યાખ્યા કરી છે. આપણે તો કોઈ એવો જોયો નથી અત્યાર સુધી. એવી વ્યાખ્યા આમ આત્મા અંદરથી ઉછળી જાય. આહાહા...! નિર્માનની વ્યાખ્યા, માર્દવની વ્યાખ્યા, માળો જાગ્યો છે ને! ૪૪ વર્ષની ઉંમર અને અત્યારે તો બધા પંડિતોને પાણી ભરાવ્યા છે. ૩૪ પંડિતોએ તો એને અભિનંદન આપ્યા છે. આહાહા...! અરે.! ભાઈ! આત્મા છે. ભલે નિશ્ચય નથી પણ અંદર વ્યવહાર શ્રદ્ધા, જ્ઞાનના કેટલા પ્રકારનો વિકાસ છે. આહાહા.!
સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. અને એટલે નિશ્ચય અને વ્યવહાર ત્યાં એક પ્રધાન અને એક ગૌણતા પ્રમાણમાં નહિ. નિશ્ચયની પ્રધાનતામાં વ્યવહાર ગૌણ, પણ પ્રમાણદૃષ્ટિમાં બેયની પ્રધાનતા એકસાથે જાણે. નિશ્ચય છે ત્યાં આવો વ્યવહાર હોય, એમ સાથે જ્ઞાન કરે. સમજાણું કાંઈ? આહાહા...! પ્રમાણનો અવયવ તે નય છે. પ્રમાણ અવયવી છે અને બેય તેના અવયવ છે–નિશ્ચય અને વ્યવહાર. એક કોર સમ્યગ્દર્શન અવયવી છે અને નિઃશંક નિશ્ચય જે છે, નિઃશંક આદિ નિશ્ચય તે તેના અવયવ છે. આ વ્યવહાર તે તેનો અવયવ નથી. એ તો રાગનો વિકલ્પનો ભાવ છે. આહાહા...! અને જ્યારે નિશ્ચયના કથનમાં જ્યારે આવે ત્યારે વ્યવહારના કથનો ગૌણ હોય છે પણ જ્યારે બેયની પ્રધાનતાએકસાથે નિશ્ચય અને વ્યવહાર છે એમ જાણવું હોય ત્યારે બેયની પ્રધાનતારૂપી પ્રમાણ છે. પ્રમાણ બેયને જાણે. આ નિશ્ચય છે અને આ વ્યવહાર (એમ) બેયને જાણે. આહાહા.! અરે.રે. આવી વાતું સાંભળવા મળે નહિ, એ ક્યાં અંદર વિવેક કરે? પ્રભુ! અરે. હિતના પંથ.. આહાહા..! અલૌકિક વાતું છે, બાપુ!
એકનો એક જુવાન દીકરો મરી જાય અને એને કેવો ઘા લાગી જાય છે? એમ એને ઘા લાગવો જોઈએ. રાગ અને સંયોગની આડમાં તું પોતે મરી જાય છે એનો તને ઘા લાગે છે કાંઈ?
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮