________________
૫૬૬
શ્લોક-૧૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭
(મન્વાગતા)
रुन्धन् बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षपमुपनयन् निर्जरोज्जृम्भणेन । सम्यग्दृष्टिः स्वयमतिरसादादिमध्यान्तमुक्तं । જ્ઞાનં ભૂત્વા નતિ નામોનાં વિશાહ્ય।।૧૬૨।।
હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે ઃ
શ્લોકાર્થ :- [ કૃતિ નવમ્ વન્ધ રુન્ધન્ ] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [નિનૈઃ અષ્ટામિ: અડ્યો: સાતઃ નિર્જરા-૩રૃમળેન પ્રાવÄ તુ ક્ષયમ્ ઉપનયમ્ ] (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [ સમ્યદ્રષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ જીવ [ સ્વયમ્ ] પોતે [ અતિરસાવ્ ] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો) [ આવિ-મધ્ય-અન્તમુત્તું જ્ઞાનં મૂત્વા ] આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને [ ગાન-આમોદ-ર૬માં વિચાહ્ય] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [ નતિ ] નૃત્ય કરે છે.
ભાવાર્થ :- સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે. તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મદ્ય પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.
પ્રશ્ન :- સમ્યગ્દષ્ટિને નિર્જા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યો છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિને વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતિકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત ક૨વાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદૅષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય?