________________
શ્લોક-૧૩૭
૧૧૫
સ્વીકાર કરે છે તે પર્યાય પણ હેય છે. પર્યાય ઉપર લક્ષ જાય તો હેય છે. એ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે તો અનુભવ થાય છે તો પર્યાય દ્રવ્યને માને છે. હું તો શુદ્ધ પરિપૂર્ણ આનંદ છું. ઝીણી વાત છે, ભગવાન! આહાહા..! ધર્મ કોઈ અલૌકિક વીતરાગ (માર્ગ છે).
વીતરાગ પરમાત્મા માને એ બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સિવાય કોઈ ઠેકાણે આ ધર્મની ચીજની ગંધ નથી. સમજાણું? આહાહા..! પરંતુ તેના સંપ્રદાયમાં સમજવું કઠણ છે. આહાહા..! અને એ સિવાય જન્મ-મરણના અંત નહિ આવે. ચોરાશીના અવતાર, એક એક યોનીમાં અનંત અવતાર કર્યાં. મરણ પણ અકસ્માત્ થઈ જાય છે. આહાહા..! ખ્યાલેય ન હોય કે આ શું થયું? નિરોગ બેઠો હોય ને ફૂ... થઈ જાય, શરી૨ છૂટી જાય! નિરોગ બેઠો હોય, કંઈ હોય નહિ, રોગેય ન હોય. મલકાપુર’વાળા એક ભાઈ કહેતા હતા. શું ‘સ્વરૂપચંદ’ને? મલકાપુર’નો‘સ્વરૂપચંદ' છે, હોશિયાર છે. નાની ઉમરનો (છે), હમણા તો લગન થયા. કપડાનો મોટો વેપાર કરે છે. દસ દસ હજાર રૂપિયાના કપડા દુકાનમાં રાખે છે. અત્યારેય દુકાન છે. હમણા લગન કર્યાં. આખું મોક્ષમાર્ગ પ્રકાશક’ કંઠસ્થ છે. મોક્ષમાર્ગ પ્રકાશક’ કંઠસ્થ છે. એ કહેતો હતો, મહારાજ! અમે એકવાર બેઠા હતા, મારો મિત્ર બેઠો હતો. ૨૮ વર્ષની ઉંમરનો હતો. કંઈ નખમાં રોગ નહિ. વાત કરતા હતા. વાત કરતા કરતા ફૂ.. થઈ ગયું, મેં જોયું તો મરી ગયો, દેહ છૂટી ગયો. ફૂ... એટલું થયું, બસ! આહાહા..! લોહી અટકી ગયું. ફૂ. એટલું થયું. આમ જોયું તો દેહ છૂટી ગયો. અઠ્યાવીસ વર્ષની ઉંમ૨. ‘સ્વરૂપચંદ’ છે, ‘મલકાપુર’. છોકરો બહુ હોંશિયાર છે. મોક્ષમાર્ગ પ્રકાશક’ના ઘણા પ્રશ્નો કરે. વાંચન ઘણું છે, પહેલેથી વાંચન છે, હવે તો લગન થઈ ગયા. એ કહેતો હતો કે, મારો મિત્ર હતો, વાતો કરતા હતા. કોઈ રોગ નહિ. આમ જ્યાં જોયું, ફ્... થયું. જ્યાં જોયું ત્યાં મરી ગયો. આ દેહની સ્થિતિ! આહાહા..! દેહ કયારે, કઈ સ્થિતિએ છૂટશે એના સમાચાર કંઈ પહેલા આવશે? કે, લ્યો, એક કલાક પછી તમારું મૃત્યુ થશે. આહાહા..!
અહીં કહે છે કે, જ્ઞાનીને રાગ આવે છે અને રાગથી દેહની ક્રિયા પણ કોઈ થાય છે. એ રાગથી થતી નથી. અહીં તો રાગની પ્રેરણા, નિમિત્તથી વાત કરી છે. દેહની ક્રિયાનો પણ સ્વામી નહિ અને રાગનો પણ ધણી નથી. એ તો સ્વસ્વરૂપનો સ્વામી છે. આત્મામાં ૪૭ શક્તિ છે. અનંત શક્તિઓ છે, એમાં ૪૭ ના નામ આપ્યા છે, સમયસાર’. (એમાં) ૪૭મી શક્તિ એવી લીધી છે, સ્વસ્વામીસંબંધરૂપ શક્તિ. ધર્મી છે તે સ્વસ્વામીસંબંધરૂપ શક્તિનો અર્થ શું? હું તો દ્રવ્ય શુદ્ધ છું, ગુણ શુદ્ધ છું, પર્યાય શુદ્ધ છું. એ મારું સ્વ છે. તેનો હું સ્વામી છું, તેની સાથે મારો સંબંધ છે. રાગનો સ્વામી, રાગની સાથે મારે કોઈ સંબંધ નથી. આહાહા..! ૪૭ શક્તિ છે ને (એમાં) છેલ્લી સ્વસ્વામીસંબંધ શક્તિ. પોતામાં જ સ્વસ્વામી સ્વભાવ પડ્યો છે તો દ્રવ્યની જ્યાં દૃષ્ટિ, અનુભવ થયો તો ધર્મી પોતાના શુદ્ધ દ્રવ્ય, શુદ્ધ ગુણ અને શુદ્ધ પર્યાય, જ્ઞાનમાં એટલો જ હું આત્મા છું એમ માને છે. આહાહા..! દૃષ્ટિમાં દ્રવ્ય ત્રિકાળી છે પણ દૃષ્ટિ સાથે જ્યાં જ્ઞાન થયું એ શુદ્ઘ દ્રવ્ય, ગુણ