________________
૧૧૬
સમયસાર સિદ્ધિ ભાગ-૭ ને પર્યાય એ ત્રણ મારા સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ માને છે). સમજાણું? આહાહા...!
એ કહે છે કે, રાગાદિ આવે છે તો તેનો નાશ કરવાનો ઉપાય શું માને છે? કે, આત્મા શુદ્ધ ચૈતન્ય છે, તેનું પરિણમન, વીતરાગ પરિણમન થાય તેનાથી રાગ મટાડવા ચાહે છે. રાગની ક્રિયા કરતા કરતા રાગ મટશે, એમ માનતો નથી. આહાહા...! મારગ બહુ આકરો. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ કારણે સમ્યગ્દષ્ટિને રાગ નથી એમ કહેવામાં આવ્યું છે. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદૃષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું.” છે? અહીંયાં અધ્યાત્મદષ્ટિની વ્યાખ્યા છે. આહાહા.! ચરણાનુયોગમાં વ્યવહારના કથન છે એ બધા જાણવા લાયક છે. આ બધા અધ્યાત્મદષ્ટિથી વ્યાખ્યાન છે. આહા...!
“અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે....” રાગ મારી ચીજ છે અને શુભરાગથી મને લાભ થશે, એવા મિથ્યાષ્ટિના રાગને જ રાગ કહેવામાં આવ્યો છે. સમ્યગ્દષ્ટિને રાગનો રાગ કહેવામાં આવ્યો નથી. આહાહા.! બહુ ઝીણું. આ તો બાહ્યની પ્રવૃત્તિ કરે, થોડી ક્રિયા (ક), ભગવાનના દર્શન કરે, વ્રત કરે કે અપવાસ કરે (એટલે જાણે) થઈ ગયો ધર્મ. ધૂળમાંય ધર્મ નથી. એનાથી તો અનંતગુણી (ક્રિયાઓ કરી. નવમી રૈવેયક ગયો ત્યારે તો એટલી ક્રિયા કરી કે એટલી તો અત્યારે છે નહિ. શુક્લલેશ્યા એવી કરી કે નવમી રૈવેયક ગયો પણ મિથ્યાદૃષ્ટિ રાગથી ધર્મ માનતો હતો અને દેહની ક્રિયા હું કરી શકું છું એમ માનતો હતો. આ તો દેહ જડ માટી છે. તેનું હાલવું, ચાલવું, બોલવું એ ક્રિયા તો જડની જડથી થાય છે. આત્માની પ્રેરણાથી બિલકુલ નહિ. આહાહા.! આ માનવું.
અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી;” ઠીક! “માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે.” અવશ્ય હોય જ છે. આહાહા...! ધર્મની પહેલી સીઢી, સમ્યગ્દર્શન ધર્મની પહેલી સીઢી, સમ્યગ્દર્શન... આહાહા...! તેમાં સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્ય શક્તિ અવશ્ય છે. પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પુણ્ય-પાપના ભાવથી વૈરાગ્ય બને જરૂર છે. વૈરાગ્યની વ્યાખ્યા – સ્ત્રી, કુટુંબ છોડી દીધા, ધંધો છોડી દીધો એ વૈરાગ્ય નહિ. વૈરાગ્ય તો તેને કહે છે, પ્રભુ! “પુણ્યપાપ અધિકારમાં ગાથા આવી છે કે, શુભ-અશુભ ભાવથી વિરક્ત થવું, રક્ત છે તો વિરક્ત થવું અને સ્વરૂપની દૃષ્ટિમાં અસ્તિત્વનું જ્ઞાન થવું એ જ્ઞાન અને વૈરાગ્ય બે શક્તિ સમકિતીને હોય છે. આહાહા.! સમજાણું? વૈરાગ્ય એટલે કે આ સ્ત્રી, કુટુંબ છોડી દીધા, શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું તો એ વૈરાગ્ય (છે), એ વૈરાગ્ય નહિ.
વૈરાગ્ય તો પરમાત્મા એને કહે છે, “પુણ્ય-પાપ અધિકારમાં આવી ગયું કે, શુભઅશુભ ભાવથી વિરક્ત. શુભ-અશુભ ભાવથી વિરક્ત અને સ્વભાવમાં રક્ત, તેને વૈરાગ્ય અને તેને જ્ઞાન કહેવામાં આવે છે. પંડિતજી! આહાહા...! આવી વાત છે, પ્રભુ!
મુમુક્ષુ :- પહેલા બહારથી ઉદાસીન થાય પછી અંદરથી ઉદાસીન થાય. ઉત્તર :- અંદરથી ઉદાસીન છે એ ઉદાસીન છે. આહાહા.! આ માતા ન્હાતી હોય