________________
શ્લોક–૧૩૭
૧૧૭. અને એક ખાટલો આડો રાખ્યો હોય. પહેલા એવું હતું ને? અને માતા વસ્ત્ર વિના ઉભી થઈ ગઈ હોય અને એને દીકરો ઘરમાં આવી ગયો, નજર કરતો હશે? માતા નગ્ન ઉભી થઈ ગઈ અંદર. એને ખબર નહિ કે, બાળક આવશે. ત્યાં નજર કરતો હશે? અરે! માતા, જનેતા, જેના પેટમાં સવા નવ મહિના (રહ્યો). એ જનેતા ઉપર નજર કેવી? હેં? આહાહા...! એમ પોતાના સ્વભાવની રુચિ અને દૃષ્ટિથી રાગાદિ આવે છે એમાં મારા છે, એવી નજર કેવી? આહાહા...! આવો મારગ છે, ભાઈ! કઠણ લાગે પણ મારગ તો આ છે. આહા...! દુનિયાને સમજાવતા આવડે, ન આવડે એની સાથે કોઈ સંબંધ નથી.
અગિયાર અંગના જ્ઞાન પણ અનંત વાર થયા, કરોડો શ્લોક કંઠસ્થ કરોડો નહિ અબજો, એનાથી શું? એ જ્ઞાયક સ્વભાવને સ્પર્શ કરીને જ્ઞાન થવું તેનું નામ જ્ઞાન અને તેની પ્રતીતિ (થવી), જ્ઞાનમાં જે પૂર્ણ પ્રભુ ભાસ્યો તેને જ્ઞાનમાં શેય બનાવીને પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન. આહાહા...! અને તે સ્વરૂપમાં રમણતા, એ આનંદમાં રમણતા, રમવું એ ચારિત્ર છે. કોઈ પંચ મહાવ્રતના પરિણામ આદિ ચારિત્ર નથી. આહા.! આવી વાત છે. વીતરાગ પરમાત્મા ત્રિલોકનાથની આ દિવ્યધ્વનિ છે. આહાહા. દુનિયાને બેસે, ન બેસે સ્વતંત્ર છે. માર્ગ તો આવો છે. આહાહા...!
કહે છે કે, સમકિતીને મિથ્યાત્વનો રાગ થતો નથી. “જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય જ હોય છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી.” આહા.! આહાહા...! ચાહે તો શુભ રાગ પંચ મહાવ્રતનો હોય પણ જો રાગનો પ્રેમ અને રુચિ હોય તો તે મિથ્યાદૃષ્ટિ છે. આહાહા.! મિથ્યાષ્ટિ દિગંબર જૈન સાધુ થઈને નવમી રૈવેયક ગયો, પોતાના આત્માના આનંદનો સ્વાદ નહિ લઈને ક્રિયાકાંડમાં મશગુલ (થયો), એટલી શુક્લ લેયા, શરીરના ખંડ ખંડ કરે તોય ક્રોધ ન કરે એટલી મિથ્યાત્વ ભાવમાં ક્ષમા પાળી) પણ એ કોઈ ધર્મ નથી. આહાહા.! શુક્લ લેગ્યાથી નવમી રૈવેયક અનંત વાર ગયો, તેને માટે આહાર, પાણી કંઈ પણ બનાવ્યા હોય, ખ્યાલ આવે તો ત્યે નહિ. તેને માટે ચોકા કર્યા હોય એ તો વાત જ નહિ. સમજાણું? પણ આ તો ચોકા બનાવ્યા હોય, ખ્યાલ આવી ગયો કે આ મારી માટે બનાવ્યું હશે? તો પ્રાણ જાય તોય, એની માટે બનાવ્યું છે એવો ખ્યાલ આવ્યો, શંકા પડે તો ત્યે નહિ. સમજાણું? એમ નવમી રૈવેયક
જ્યારે દિગંબર સાધુ થઈને ગયો પણ આતમજ્ઞાન શું ચીજ છે એ તરફની દૃષ્ટિ નહિ. ક્રિયાકાંડની સાવધાનીમાં ત્યાં જિંદગી કાઢી. આહાહા.!
અરે...! કોઈ છે શરણ? ચોરાશી લાખ અવતાર, રાગ દયા, દાનમાં કોઈ શરણ છે? શરણ તો પ્રભુ અંદર અનંત આનંદ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ શરણ છે. તે જ માંગલિક છે, એ જ ઉત્તમ છે અને એ જ શરણ છે. અરિહંતને માંગલિક તો વ્યવહારથી કહેવામાં આવ્યા છે. આહાહા...! અરિહંતા શરણે, માંગલિકમાં આવે છે ને? એ તો વ્યવહાર છે. પોતાનો આત્મા વિકલ્પ નામ રાગથી રહિત નિર્વિકલ્પ પ્રભુઆત્મા એ જ પોતાને શરણ છે. તેનો