________________
શ્લોક-૧૪૯
૩૫૫
કાંઈ? ઝીણી વાત, ભાઈ! મન ને ઇન્દ્રિયથી જેનું જીવન નથી. જેનું જ્ઞાન ને આનંદના રસથી જીવન છે. આહાહા..! એને રાગના રસના જીવન ચડતા નથી. એને રાગનું ૨સ–જીવન હોય નહિ. રાગથી તો મરી ગયેલો છે. જાગતી ચૈતન્યજ્યોતિથી જીવતો છે. આહાહા..!
જીવતરશક્તિ લીધી છે ને? ઇ પહેલી કેમ લીધી ? કે, બીજી ગાથામાં પાધરું આવ્યું છે ને? ‘નીવો ચરિત્તવંસળ બાળ વિવો ભગવાનઆત્મા દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિત થાય તે સ્વસમય તે આત્મા છે અને રાગમાં સ્થિર થાય એ પુદ્દગલપ્રદેશમાં સ્થિત છે. એ અનાત્મા પરસમય અનાત્મા છે. આહાહા..! ત્યાંથી જીવો એ બીજી ગાથાનો પહેલો શબ્દ છે. ત્યાંથી જીવત૨શક્તિ કાઢી. ૪૭ શક્તિમાં પહેલી. આહાહા..! જીવતર શક્તિ એટલે જેના જીવન જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાનું જેને જીવન છે, સ્વસત્તાનું જેને જીવન છે. રાગ ને પુણ્ય આદિ ને ૫૨નું જીવન એને નથી. આહાહા..! અને જેને સ્વનું જીવન નથી એને રાગ અને પુણ્ય ને પાપના ભાવ, વિકારનું જીવન છે એ બધા મડદાં, અનાત્મા છે, કહે છે. આહાહા..!
એ અહીં કહે છે, ‘કર્મ મધ્યે...’ કર્મ નામ વિકારી પરિણામના મધ્યમાં, કાર્યમાં મધ્યમાં દેખાય. છતાં પણ સર્વ કર્મોથી લેપાતો નથી.’ રાગાદિના કાર્યમાં પડ્યો દેખાય છતાં જ્ઞાની તે રાગથી બંધન પામતો નથી. એ રાગનો રસ એને ચડતો નથી, વસ્ત્રની જેમ. સમજાણું કાંઈ? આહાહા..! એ કષાયેલા લોધ૨ અને ફટકડી સિવાય વસ્ત્રમાં રંગ પ્રવેશ ન કરે એમ રાગના રસ સિવાય રાગ અંત૨માં પોતાનો છે તેમ એ ના માની શકે. આહાહા..! જેને રાગના રસ છૂટી ગયા છે એને રાગનો રંગ–એકત્વબુદ્ધિ તેને આવતી નથી. આહાહા..! ભારે વાતું, ભાઈ!
અહીં તો હજી શુભરાગ તે ધર્મ અને શુભરાગ અત્યારે હોય, એમ કહે. અર.....! પ્રભુ! પ્રભુ! શું થાય? અરે..! ચૈતન્યજ્યોત ભગવાન, એને હજી અવ્યક્તપણે પણ છે એમ નહિ માનતા, રાગ જ અત્યારે છે, બસ! આહાહા..! વ્યક્તપણે તો અનુભવ કરે ત્યારે ખ્યાલ (આવે) પણ અત્યારે આત્મા અંદર શુદ્ધ ચૈતન્યઘન છે એ શુદ્ધઉપયોગથી જ પ્રાપ્ત થાય છે, એને એના જીવનમાં શુભઉપયોગ તો હોય જ નહિ. આહાહા..! આવી વાતું. ‘કર્મ મધ્યે...’ એટલે વિકારી પરિણામની ક્રિયા હોય, એના મધ્યમાં દેખાય છતાં તે વિકારી પરિણામનો એને રસ ચડતો નથી. આહાહા..! સમજાય છે કાંઈ?
ખરે ટાણે સમાધાન રાખવા જેવું છે, કયે ક્ષણે દેહ છૂટશે!–એનો ભરોંસો કરવા જેવો નથી. દેહ ક્ષણભંગુર છે, નાશવાન છે. ચામડામાંથી વીંટેલો હાડકાનો માળો ક્ષણમાં રાખ થઈને ઊડી જશે. અરે! આખું ઘર એકસાથે નાશ થઈ જાય છે તેવા દાખલા સાંભળ્યા છે. એ ક્યાં અવિનાશી ચીજ છે! સહજાત્મસ્વરૂપ આત્મા એ જ અવિનાશી છે, જગત આખું અનાદિથી અશરણરૂપ છે, ભગવાન આત્મા એ જ શરણરૂપ છે. આત્મધર્મ અંક-૫, જાન્યુઆરી-૨૦૦૮