________________
૩૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૪૯ ઉપર પ્રવચન
“હવે ફરી કહે છે કે – ૧૪૯.
(સ્વાગતા) ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात्
सर्व रागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेषः
कर्ममध्यपतितोऽपि ततो न।।१४९।। કારણ કે જ્ઞાની...” [સ્વરસત: પિ આહાહા...! ચૈતન્ય ભગવાન આનંદનો નાથ પ્રભુ, એના રસનો વેગ ચડ્યો છે. આહાહા...! ધર્મી નિજરસના વેગે ચડ્યો છે. રસનો અર્થ વેગ પણ કર્યો છે એક ઠેકાણે. આહાહા.! ભગવાન આત્મા આનંદસ્વરૂપ પ્રભુ, એને પંથે જે અંતર ગયો છે એને નિજરસના “રસથી જ. આહાહા...! (સર્વરા રસવર્નનાશીત] આહાહા...! આ એને ખ્યાલમાં તો વાત કરે કે, વસ્તુસ્થિતિ આ છે કે, જ્ઞાનીને—ધર્મીજીવને નિજ રસથી જ. આત્મા આનંદ પ્રભુ છે, એના આનંદના રસથી જ જેનો વેગ અંદર જાગ્યો છે. આહાહા...! રાગથી ભિન્ન પડીને અરાગી શાંતિનો રસ જેણે ચાખ્યો છે અને શાંતિનો વેગ ચડ્યો છે. આહાહા.! એવા નિજ રસથી જ.” (સર્વરા રસવર્ણનશીન: સર્વ પ્રકારના રાગના રસથી ત્યાગરૂપ. રાગના વેગના ત્યાગરૂપ. આહા.! એનો વેગ છૂટી ગયો છે. “સ્વભાવવાળો છે.” ચા” એટલે. આહાહા...!
સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે તેથી તે કર્મ મધ્યે પડ્યો હોવા છતાં.... આહાહા...! રાગાદિના કાર્યના પ્રસંગમાં અંદર દેખાય છતાં. આહા.! સમજાય છે કાંઈ? રાગાદિના કાર્યના પ્રસંગમાં દેખાય છતાં. કર્મ મધ્યે...” રાગની મધ્યમાં પડ્યો દેખાય પણ સર્વ કર્મોથી લપાતો નથી.’ આહાહા.! ચાહે તો એ ધંધાપાણીમાં દેખાય. સમજાય છે? આહાહા.! પણ એનો રસ, અંદર જ્ઞાનનો રસ છે તેથી ધર્મીને દરેકમાંથી રસ ઊડી ગયો છે. આહાહા.! જેને નિજરસના ભાન ને સ્વાદ આવ્યા એને રાગનો રસ કેમ હોય? અને જેને રાગનો રસ છે તેને આત્મરસ કેમ હોય? આહાહા...! સુજાનમલજી' આવી વાતું છે. ‘સાદડીમાં-બાદડીમાં ક્યાંય મળે એવું નથી. ક્યાંય મળે એવું નથી. આહાહા...!
સાદડી આ મરી ગયા પછી નથી કરતા? ત્યાં “મુંબઈમાં. કરે છે ને? નાં જીવતો ક્યાંથી દેખાય? મર્યાની સાદડી હોય. આહાહા...! એમ ભગવાન આત્મા, જેના જીવન દર્શન, જ્ઞાન, ચારિત્રના છે. આહાહા.. જેનું જીવન મન ને ઇન્દ્રિયથી જેનું જીવન નથી. સમજાણું