________________
૮૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ (દુઃખ) મૂકવાનો માર્ગ તો એક આ છે. આહાહા...! એના તરફનું વલણ તો કર. આહાહા...!
હું એક પૂર્ણાનંદનો નાથ પૂર્ણ સ્વરૂપ, એવી જે અંતર દૃષ્ટિ થતાં રાગનો કણ પણ મારું સ્વરૂપ ને મારો સ્વભાવ નહિ. આહાહા...! એ મારામાં નહિ. એને એ ઉદયકર્મ, રાગ થયો એ નિર્જરી જાય છે. અલ્પ બંધ થાય છે એ વાત ગૌણ છે. ખરેખર નિર્જરી જાય છે એમ કહેવું છે. આહાહા...! એ “મારો સ્વભાવ નથી;...”
“હું તો...” તો કેમ (કહ્યું? (કેમકે) એ છે અને હું પણ છું. પણ હું તો. આહાહા...! આ.” “હું તો આ...” ચૈતન્યપ્રત્યક્ષ. આ એ પ્રત્યક્ષપણું બતાવે છે. આહાહા.! આ માણસ નથી કહેતા? આ માણસ આવ્યો. આ એટલે એનું વિદ્યમાનપણું બતાવે છે – પ્રત્યક્ષ. આ આત્મા, એમ જ્ઞાનમાં પ્રત્યક્ષપણું જણાય છે. આહાહા.! આવી વાત છે). સાંભળવી મુકેલ પડે. એને અંતરમાં ઉતરવાનો પ્રસંગ તો અલૌકિક છે, બાપા! આહાહા.! દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આ..હા.!
હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર)...” આહા...! તો જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવગોચર વેદન પ્રત્યક્ષ ગમ્ય છું. હું પરોક્ષ રહું એ મારું સ્વરૂપ નથી. આહાહા.! કેમકે એનામાં ૪૭ શક્તિનું જ્યાં પાછળ વર્ણન ચાલ્યું છે એમાં એક પ્રકાશ નામનો ગુણ લીધો છે. તો એ પ્રકાશ નામના ગુણને લઈને ગુણી એવો જે ભગવાન આત્મા જ્યાં સમ્યફ અનુભવમાં લીધો એને પર્યાયમાં સ્વસંવેદન – સ્વ પોતાનું સં પ્રત્યક્ષ વેદન થાય તેવો જ એનો ગુણ છે. આહાહા.! સમજાણું કાંઈ?
હું તો આ પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ...” એવોને એવો. અનંતકાળ વિત્યો પણ મારા દ્રવ્યમાં ઘસારો લાગ્યો નથી. આહાહા...! નિગોદ અને નરકમાં અનંત વાર રહ્યો પણ મારા દ્રવ્ય અને ગુણમાં કંઈ હીણપ ને ઘસારો થયો નથી. આહાહા...! એવો મારો પ્રભુ... આહાહા! છે? “એક જ્ઞાયકભાવ છું.” ઓલા અનંત પ્રકારના વિકૃતાદિ ભાવ આવે, ઘણા પ્રકારના (વે). સંક્ષેપમાં અસંખ્ય છે, વિસ્તારમાં અનંત પ્રકાર છે, પણ વસ્તુ હું છું એ તો એકરૂપે છું. આહાહા...!
એક જ્ઞાયકભાવ ટંકોત્કીર્ણ (છું. હું તો એક જાણક સ્વભાવ.. જાણક સ્વભાવ... જાણક સ્વરૂપ એવું તત્ત્વ તે હું એ છું. આહાહા! એ રાગ તો હું નહિ પણ પર્યાય જેટલોય હું નહિ. રાગ છે એને જાણે છે એ જ્ઞાનમાં રાગ આવ્યો નથી, રાગ સંબંધીનું જ્ઞાન રાગ છે માટે થયું નથી. જ્ઞાનની પર્યાયમાં પોતાથી રાગનું અને પોતાનું પોતાથી પોતાની સત્તા વડે જ્ઞાન થયું. આહાહા.! તે જ્ઞાન એક સમયની પર્યાય છે. એટલોય હું નથી. સમજાય છે કાંઈ? આહાહા.! હું તો એક જ્ઞાયકભાવ છું. આહાહા.! જુઓ! આ ભવના અંતની વાત, પ્રભુ! આહાહા.! ભવના ચોરાશીના અવતાર. ક્યાંય નરક, ક્યાંક નિગોદ, ક્યાંક લીલોતરી, કાંઈ લસણ ને કાંઈ બાવળ ને કાંઈ થોરમાં... આહાહા..! અવતાર ધારણ કરી