________________
ગાથા ૧૯
૭૯ નથી. રાગ છે તે જડને ધર્મને અડ્યો નથી અને કર્મનો ઉદય છે તે રાગ અહીં થાય તેને અડ્યો નથી. આહાહા...! પણ અહીં કહે છે કે, મને પણ અડ્યો નથી એવો હું છું. આહાહા...! છે?
આ રાગરૂપ ભાવ છે...” છે, એમ હોં. અસ્તિ છે. જેમ હું ત્રિકાળી અસ્તિ છું એમ આ રાગ અસ્તિ છે, આવ્યો છે. પર્યાયમાં રાગ આવ્યો છે... આહાહા...! પણ મારો સ્વભાવ નથી, આહાહા...! એ મારું સ્વરૂપ નથી. મારો સ્વ. સ્વ. સ્વ. સ્વભાવ એ નહિ. એ વિભાવ છે, વિકાર છે, પર છે. મારા સ્વરૂપમાં તેની નાસ્તિ છે. એના સ્વરૂપમાં મારી નાસ્તિ છે અને મારા સ્વરૂપમાં એ રાગની નાસ્તિ છે. આહાહા.! આવો માર્ગ છે. બાપુ! હેં? આહાહા..! લોકો એકાંત કહીને અહીંની વાત ઊડાવી ધે છે. કરો, કરો, બાપુ માર્ગ તો આ છે. આહાહા..! ત્રણલોકના નાથ તીર્થકર, અનંત તીર્થકરોની આ ધ્વનિ અને અવાજ આ છે. આહાહા..!
કહે છે કે, ધર્મની જેને દૃષ્ટિ થઈ છે. ધર્મ એટલે આત્માના અનંત ગુણો જે ધર્મ, આત્મા એનો ધરનારો ધર્મી, એવા અનંત ગુણરૂપી ધર્મ, એની દૃષ્ટિ થઈ છે તો પર્યાયમાં પણ અનંત ધર્મની અનંતી શક્તિનો અંશ બહાર આવ્યો, પ્રગટ થયો છે. આહાહા...! જે રીતે દ્રવ્ય અનંત ગુણનું એકરૂપ, જેવી રીતે ગુણ અનંત સંખ્યાએ અનંત રૂપ, એવી એની પ્રતીતિ કરતા પણ અનંત ગુણની જેટલી સંખ્યા છે તેનો એક અંશ પ્રગટ – વ્યક્ત થયો છે). અનંતનો અનંત પ્રગટ અંશ સમ્યગ્દર્શન થતાં પ્રગટ) થાય છે. આહાહા.! ત્રણે એક થાય છે. એટલે? દ્રવ્યમાં અનંત ગુણનું એકરૂપ દ્રવ્ય, એના ગુણો અનંત જે અનંત મુખે, અનંત જીભે ન કહેવાય એટલા, એવા જે ધર્મ જે ગુણ છે તેનો ધરનાર ધર્મી દ્રવ્ય છે તેની જ્યાં અંતર દૃષ્ટિ થઈ છે, તેની દૃષ્ટિ નિમિત્તની, રાગની ને પર્યાયની દૃષ્ટિ ઊડી ગઈ છે. આહાહા.! એને આ રાગ છે અને એ મારો સ્વભાવ નહિ. જે ભાવે તીર્થકરગોત્ર બંધાય એ અપરાધ છે. આહા...હા...હા...! પરની દયાનો ભાવ આવે એ અપરાધ છે, દોષ છે, એ મારો સ્વભાવ નથી. ધર્મી એમ જાણે છે એ મારું સ્વરૂપ નથી. આહાહા...!
ભાઈ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા, એનો માર્ગ કોઈ અલૌકિક છે. એ સિવાય બીજે ક્યાંય છે નહિ. આહાહા.એવો જે પ્રભુ આત્મા, કહે છે, કે એ રાગ પંચ મહાવ્રતનો આવ્યો, ભગવાનની ભક્તિનો આવ્યો, દયાનો આવ્યો... આહાહા...! એ મારો સ્વભાવ નથી. ધર્મી તો એમ જાણે છે, મારા સમાં તેનું તો અસત્પણું છે, મારામાં એ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? માર્ગ ઝીણો, બાપુ! એ નરકના અને નિગોદના દુઃખો, જેમ ગુણની સંખ્યાનો પાર ન મળે એમ કહે છે કે, દુ:ખની દશાનું વર્ણન પણ કરોડ ભવે, કરોડ જીભે ન કહેવાય, બાપુ એવા જે ગુણો છે તેની ઊલટી દશા જે દુઃખ, એ દુઃખ પણ... આહાહા! કરોડ ભવે ને કરોડ જીભે ન કહેવાય એવા બાપા દુઃખ વેક્યા છે તે. આહાહા! નરકના, નિગોદના