________________
શ્લોક-૧૫૨
૪૦૧ કયાંય, બીજા માર્ગમાં છે નહિ. આહા...! એ પામવું અલૌકિક છે, ભાઈ!
કહે છે, જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે. આહાહા.! જ્ઞાનમાં રહેવું, એમ કહ્યું ને? “જ્ઞાનરૂપ રહેતો...” એટલે શું? શાસ્ત્રજ્ઞાન નહિ. અંદર જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા, એ જ્ઞાતા-દષ્ટામાં રહેતો થકો. આવી વાતું લોકોને મોંઘી પડે. (એટલે) પછી લોકોએ બહારમાં ચડાવી દીધા. મૂળ ચીજ નહિ ને ચડાવી દીધા, વ્રત કરો ને અપવાસ કરો ને પૂજા કરો, ભક્તિ કરો) એ ધર્મ. એ તો અનંતવાર કર્યું. પ્રભુ એ ધર્મ નથી, એ તો રાગની ક્રિયા છે. આહાહા.! સમજાણું કાંઈ?
અહીં તો પરમાત્મ સ્વરૂપ, જેને અંતરદૃષ્ટિમાં સમ્યગ્દર્શનમાં ભાસ્યું.... ઓહો...! નિજ સ્વરૂપમાં જેણે પ્રવેશ કર્યો, અનાદિથી જે રાગમાં પ્રવેશ હતો એ અંતર આનંદસ્વરૂપ ભગવાન આત્મા, તેમાં જેણે પ્રવેશ કર્યો, ત્યાં નિવાસ કર્યો. આહાહા.! જ્ઞાન સ્વભાવમાં તે રહે છે, ધર્મી રાગભાવમાં રહેતા નથી. આહાહા...! આવી વાતું હવે મોંઘી લાગે. બાપુ! માર્ગ તો આ છે, ભાઈ! બીજી રીતે કહેશે તો છેતરાઈ જશે. ભવ ચાલ્યો જશે, પ્રભુ! અને પછી આવો મનુષ્યભવ મળવો મુશ્કેલ છે, નાથ! આહા.!
પ્રભુ તું કોણ છો? આહાહા! તો જ્ઞાન ને આનંદ સ્વરૂપ, એ જ્ઞાનસ્વભાવ, હોં! એ જ્ઞાનસ્વભાવ (એટલે) શાસ્ત્રનું જ્ઞાન નહિ. અહીં તો જ્ઞાનસ્વભાવ પુંજ. જેમ સાકર ગળપણસ્વરૂપ (છે), એમ ભગવાન જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન જેનું રૂપ છે, જ્ઞાન જેનું સ્વરૂપ છે, જ્ઞાન જેનો સ્વભાવ છે, જ્ઞાન જેની શક્તિનું સત્ત્વ છે. સત્ત્વ કેમ કહ્યું? સત્ જે છે તેનું આ જ્ઞાન સત્ત્વ છે. આહાહા...! અરે.રે...! એ ચીજની જેને દૃષ્ટિ થઈ તો કહે છે, જ્ઞાની તું જ્ઞાનમાં રહે, રાગમાં આવીશ નહિ. આહાહા...! ચોથે ગુણસ્થાને, હોં! સમ્યગ્દષ્ટિા કહે છે, પ્રભુ! તું જ્ઞાનમૂર્તિ છો ને, નાથ! તો જ્ઞાનનું તને ભાન થયું તેને જ્ઞાનસ્વરૂપ કહ્યું, ત્યાં રહે ને. આહાહા...! આવો ઉપદેશ હવે. હૈ? માર્ગ આવો છે, ભાઈ! આહાહા...! એને જ્ઞાનમાં તો પહેલું નક્કી કરવું પડશે કે નહિ? કે, માર્ગ તો આ છે. આહાહા...! એ વિના જન્મ-મરણના ઉદ્ધાર પ્રભુ નહિ થાય. આહા...!
અહીં કહે છે, માટે...” માટે શું? જ્ઞાયક સ્વરૂપ ભગવાન આનંદ પ્રભુ, તેની દૃષ્ટિ થઈ તો તેને ભાવનાથી રાગ કરવો એ છે નહિ. તો રાગનું કરવું છે નહિ તો કયાં રહેવું? જ્ઞાનમાં રહે ને. તારું સ્વરૂપ ધામ પડ્યું છે ને. “સ્વયં જ્યોતિ સુખધામ” ભગવાન સ્વયં જ્યોતિ, ચૈતન્યજ્યોતિ, ચૈતન્યના પૂરના, નૂરના પ્રકાશનો પ્રવાહ પડ્યો છે આખો, ધ્રુવ... આહા...! ઝીણી વાતું, ભગવાના આહાહા.! ત્યાં રહેને પ્રભુ! તેં તારું ધામ જોયું છે ને. આહાહા.! જ્ઞાનસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું, અરે.. વીતરાગ સ્વરૂપ છે. આત્મા તો અનાદિથી વીતરાગ સ્વરૂપ છે. આહાહા...! એવા વીતરાગ સ્વરૂપની તને દૃષ્ટિ થઈને સમકિત થયું તો હવે ત્યાં રહે ને. રાગ આવે ત્યાં ખસી ન જા. રાગની મીઠાશ તને ન હોવી જોઈએ. આહાહા.!