________________
જOO
સમયસાર સિદ્ધિ ભાગ-૭
શ્લોક-૧૫ર ઉપર પ્રવચન
(શાર્દૂલૈવિડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कर्मैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः । ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।।१५२।। શ્લોકાર્થ - ( યત વિત્ત કર્મ વિ વર્તાર સ્વરુનેન વસાત નો રોકત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી... આહાહા...! કર્મનો ઉદય આવ્યો તો તેને બળજોરીથી રાગ કરાવતો નથી. પોતાના પુરુષાર્થની કમી છે તો તેને કારણે રાગ થાય છે, પરથી થતો નથી. આહાહા.! કે તું મારા ફળને ભોગવ)...” એમ કર્મ નથી (કહેતા). [પ્રતિ: પવ હિ દુર્વાણ: વર્મM: યત નં પ્રશ્નોતિ ફળની.... કર્મનું ફળ (એટલે) રંજિત પરિણામ. શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે. રાગનો રસ ચડવો, રાગનો રસ આવવો રાગમાં રંગાઈ જવું એ કર્મનું પરિણામ છે, એ પરિણામ જ્ઞાનીને હોતા નથી. આહાહા...! કર્મનું ફળ રંજિત પરિણામ. છે નીચે? રાગમાં રંગાવું, રંજિત પરિણામ એ ધર્મીને હોતા નથી. જેને આત્માનો રંગ ચડ્યો, આહાહા...! ભગવાન આત્માનો રંગ ચડ્યો તેને રાગનો રંગ હોતો નથી. આહાહા...! એક મ્યાનમાં બે તલવાર રહેતી નથી. આહાહા...! આ તો પ્રથમ હજી સમ્યગ્દર્શનની વાત છે, ભગવાન સમ્યગ્દર્શન પછી સંયમ તો કોઈ અલૌકિક ચીજ છે. આહાહા...! આ તો અત્યારે તો સમ્યગ્દર્શનના ઠેકાણા નથી. આહાહા...! અને વ્રત ને તપ (કરવા) એ તો બધા એકડા વિનાના મીંડા છે. આહા...!
અહીં તો પ્રથમ કહે છે, પ્રભુ “ફળની ઈચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે;” પણ કર્મના ફળનો અર્થ રાગમાં રંજિત થઈ જવું, રાગનો રંગ ચડવો. આહાહા....! “સુખ (–રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો.” આહા! મને સુખ થશે, રાગ આવ્યો તો મને સુખ થયું, એ તો મિથ્યાષ્ટિ છે. આહા.! એ ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો...” રાગ કરવો એ ફળની ઇચ્છા છે કે તેનું કોઈ ફળ મળે, તેવા ફળની ઇચ્છાવાળાને રાગકર્તા કહેવામાં આવે છે. કર્મના ફળને પામે છે, માટે જ્ઞાનરૂ૫ રહેતો...” આત્મા જ્ઞાન અને આનંદરૂપ છે એવી દૃષ્ટિ સમ્યક્ થઈ તો ધર્મી તો જ્ઞાનરૂપ રહેતો થકો, રાગરૂપ થતો નથી. આહાહા...! અરે.! આવો માર્ગ. એ માર્ગ વીતરાગ જૈન પરમેશ્વરે કહ્યો છે. એવું બીજે