________________
૩૫૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭ છે તે ધર્મની પહેલી સીઢી છે. આહા. એને સંસાર સંબંધીના રાગાદિ આવે પણ તેના પ્રત્યે રાગ નથી અને શરીર સંબંધી ઉપભોગના સુખ, દુઃખના પરિણામ આવે પણ તેમાં તીવ્ર રસ નથી. એથી એને બંધના કારણ અલ્પ છે એને ન ગણ્યા. સમજાણું કાંઈ? આહાહા...!
કાલે આવ્યું હતું ને ઇ? સંસાર વિષય સંબંધીના અધ્યવસાય હોય એ બંધના કારણ અને શરીર સંબંધીના ઉપભોગ ને સુખ, દુઃખ, બસ! એટલું કહ્યું. આહાહા...! ભાઈ! માર્ગ તો એવો અલૌકિક છે, ભાઈ! આ શાસ્ત્ર ગાથા ને એક એક પદ કોઈ અલૌકિક છે. આહા.! એને કહે છે કે, ધર્માજીવને પહેલી શરૂઆત એને રાગથી ભિન્ન થયું છે એવું ભાન થયું એની વાત છે અને કરવાનું પણ પહેલું એ છે. આહા..! રાગના વિકલ્પથી ચૈતન્યપ્રભુ ભિન્ન છે એવી પ્રથમમાં પ્રથમ દૃષ્ટિ અને અનુભવ કરવા લાયક છે. આહાહા...! એ દૃષ્ટિવંતને કહે છે કે, શરીર સંબંધીના જે સુખ, દુઃખના પરિણામ, એને બંધનું કારણ ન કહ્યું અને વિષય સંબંધીના જે અધ્યવસાય, એને બંધનું કારણ કહ્યું. એનું કારણ છે કે જે બાહ્ય વિષય શરીર સિવાયના ઉપભોગના જે અધ્યવસાયો બીજા છે, ઉપભોગ સિવાયના બીજા છે, એમાં તીવ્રતા છે. ઝીણી વાત છે, ભાઈ! છતાં તે બેય અધ્યવસાયમાં ધર્મીને રાગ નથી. આત્મા આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે, પ્રભુ! એનો જેને અનુભવ અને દૃષ્ટિમાં સ્વીકાર થયો છે એને એ અધ્યવસાય બેય પ્રકાર પ્રત્યેનો રાગ નથી પણ એકને બંધના કારણ કહ્યા અને એકને સાધારણ ઉપભોગના કારણ કહ્યા, બસ! આહાહા...! સમજાણું કાંઈ? કાલે આવ્યું હતું ને? પણ કોઈએ પ્રશ્ન તો કર્યા નહિ કે, ઉપભોગના કારણને બંધનું કારણ કેમ ન કહ્યું? પણ કોઈએ કર્યો નહિ. બધાએ સાંભળ્યું તો હતું. “સુમનભાઈ! - જ્યારે સંસાર સંબંધીના આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામ એકલા અધ્યવસાય, એ બંધના કારણ કહ્યાં અને શરીર સંબંધીના ઉપભોગમાં સુખ, દુઃખાદિ કહ્યું, બસ! એટલું. પણ એ બંધના કારણ ન કહ્યા? પણ કોઈને પ્રશ્ન ઉઠ્યો? “હીરાભાઈ! પછી આજે આ ખુલાસો કર્યો. આહાહા...! મેં જોયું એમાં સંસ્કૃતમાં છે. જયસેનાચાર્યની ટીકા છે ને? કારણ કે પ્રશ્ન ઉઠ્યો એટલે (જોયું). ૨૧૭ છે ને?
સંસાર વિશેષ નિષ્પયોગને વંધ નિમિત્તેપુર “વંધ” એમ કહ્યું. “સંસવિશેષ મો નિમિત્તેષ વેવિશેષ રૂમ્ સત્ર તાત્પર્ય અહીં તાત્પર્ય એ છે. ભોપાનિમિત્તમ સ્તુતમ પા૫ર તિ માટે તેને બંધનું કારણ ન કહ્યું. નહિતર છે તો સુખ, દુઃખના પરિણામ થયા એ બંધનું જ કારણ છે. ભલે એના પ્રત્યે રાગ નથી. સમજાણું કાંઈ? અરે.! આવી વાતું છે. જુઓ! ‘भोगनिमित्तम् स्तुतम् अर्थ पाप करोतिम् अयम जीव' भने, 'निष्प्रयोजन अप ध्यानम् बहुतप વરાતિ’ ઓલો તંદુલ મચ્છ મફતનું આર્તધ્યાન કરીને આને ખાઉં ને આને મારું કરે છે). સમજાણું આમાં કાંઈ? આહાહા.! નિપ્રયોજન વગર કારણે, ભોગના કારણે તો જરી રસ એને અંદરમાં છૂટતો નથી તો એ સુખ, દુઃખના પરિણામ આવે છે, ભાઈ! આહાહા.! પણ