________________
શ્લોક-૧૪૮
૩પ૧ નિપ્રયોજન રાગ અને દ્વેષ કરે છે, સંસારના, રળવાના વગેરે નિષ્ઠયોજન છે, કહે છે. એ અધ્યવસાયો (બંધના કારણ કહ્યા). જોકે બેય અધ્યવસાય છે પણ એક અધ્યવસાય પ્રત્યે બંધનું કારણ કહ્યું અને બીજાને સુખ, દુઃખાદિ પરિણામ (કહીને) એટલી મર્યાદા મૂકી દીધી. સમજાણું કાંઈ? બાકી પછી તો કહ્યું કે, સુખ, દુઃખાદિના પરિણામ અને સંસાર સંબંધી આકરા આર્તધ્યાન, રૌદ્રધ્યાનના પરિણામ બેય પ્રત્યે ધર્મીને રાગ તો નથી. એ તો કહ્યું ને? આહાહા...! જુઓને શૈલી! કહો, સમજાણું? “સુરેશભાઈ પણ કેમ ત્યારે પ્રશ્ન ઉક્યો નહિ? સાંભળ્યા છે, સાંભળ્યા છે (કરો છો). પૂછવા જેવો છે, આ રાત્રે પ્રશ્ન કર્યા એમાં એ પ્રશ્ન ન આવ્યો, હીરાભાઈ! થોડી ઝીણી વાત હતી. આહાહા...! જે વાત સાંભળે એમાં ખ્યાલમાં ન્યાયમાં આવવું જોઈએ ને? આહાહા...! હવે ૧૪૮ કળશ.
(સ્વાગતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्तयैति। रङ्गयुक्तिरकषायितवस्त्र
स्वीकृतैव हि बहिर्लठतीह ।।१४८।। ફિદ અષાયિતવસ્ત્ર જેમ લોધર, ફટકડી વગેરેથી રંગાયેલું વસ્ત્ર નથી. આહાહા...! એવા વસ્ત્રમાં રંગનો સંયોગ... આહાહા...! “વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો વસ્ત્રમાં રંગ ચડતો નથી. આહાહા...! જેને કષાય, લોધર, ફટકડી વગેરેથી કષાયિત. એ બધા કષાયિત છે. એવા કષાય એટલે કષાય નહિ, કષાયિત. રંગ ચડવાને લાયક. આહાહા...! લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય... એટલે લોધરને ફટકડીના રંગથી વસ્ત્ર રંગાયેલું ન હોય એવા વસ્ત્રમાં રંગનો સંયોગ થતો નથી. એ વસ્ત્રને રંગ લાગતો નથી. આહાહા.! સમજાણું કાંઈ?
રંગનો સંયોગ,... “રવિત્તઃ છે ને? (એટલે) સંબંધ. “સ્વીકૃતા’ વસ્ત્રમાં રંગ ચડતો નથી. “બહાર જ લોટે છે...” વસ્ત્રની બહાર જ એ રંગ લોટે છે. કેમકે ફટકડી અને લોધરનો રંગ નથી ચડ્યો માટે તેને અંદર બીજા રંગ ચડતા નથી. આહાહા.! “બહાર જ લોટે છેઅંદર પ્રવેશ કરતો નથી.” વસ્ત્રમાં એ રંગ પેસતો નથી, કહે છે. આહાહા...!
એમ (જ્ઞાનિનઃ રારિવતયા વર્ષ પરિગ્રહમાવે દિ તિઆહાહા...! પ્રથમમાં પ્રથમ ભગવંત આત્મા શુદ્ધ ચિઘન આનંદકંદ વીતરાગમૂર્તિની દૃષ્ટિ કરવી જોઈએ. પ્રથમમાં પ્રથમ એનું એ કર્તવ્ય છે. જેને ધર્મ કરવો હોય અને સુખી થવું હોય તો. રખડે છે અનાદિથી તો એ રખડે છે. આહા.! જેને ધર્મ કરવો હોય એણે પ્રથમમાં પ્રથમ સ્વભાવ જે ચૈતન્યઘન આત્મા, એને રાગથી ભિન્ન પહેલો જાણવો જોઈએ. કાંતિભાઈ ! આ વાત છે, બાપુ અહીં