________________
ઉપર
સમયસાર સિદ્ધિ ભાગ-૭ તો. ભગવાના આહાહા...! તારી ચીજ તો જો અંદર, કહે છે. અરે.! તું બીજાને જોવા રોકાઈ ગયો પણ તને જોયો નહિ. આહા...! આ શરીર આનું આવું છે અને આ શરીર રૂપાળુ છે ને આ કાળુ છે ને લાડવા સારા છે ને આ કાળીજીરી સારી નથી. એમ ના જોવા રોકાઈ ગયો. જ્ઞાન ત્યાં જોવા રોકાઈ ગયો, પ્રભુ! પણ જેનું જ્ઞાન છે તેને જોવા રોકાણો નહિ. આહાહા.! બીજી રીતે કહીએ તો બહિરંગમાં તેનો ઉપયોગ ફર્યો પણ અંતરંગમાં ઉપયોગ ન ગયો. આહાહા...! કરવાનું આ છે. શરૂઆતમાં પ્રથમમાં પ્રથમ આ છે. ધર્મ કરવો હોય એને, હોં! આહાહા..!
અહીં કહે છે, એ લોધર, ફટકડીના રંગ નથી ચડ્યા એ વસ્ત્રને રંગ લાગતા નથી. વસ્ત્રમાં રંગ પ્રવેશ કરતો નથી. આહાહા..! એમ જ્ઞાનીને. આહા...! રાગથી ભિન્ન ભગવાન જેને જણાણો છે, એ ચૈતન્યમૂર્તિ છે એવી દૃષ્ટિ થઈ છે. આહાહા.! (તે) “જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી એ વસ્તુના ભાવમાં તેને રાગ નથી. ફટકડીનો જેમ રંગ નથી તે વસ્ત્રને રંગ ચડતો નથી. એમ જેને આ રાગભાવમાં રાગ નથી. આહાહા...! તેને “ર્મ પરિઝg કર્મ મારું છે' તેવું તેને થતું નથી. આહાહા...!
જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી.” આ પ્રથમમાં પ્રથમની વાત છે. આહાહા...! ધર્માજીવ એને કહીએ કે જેને રાગનો રસ છૂટી ગયો અને આનંદનો રસ આવ્યો છે. આહાહા...! એ અતીન્દ્રિય આનંદના રસના પ્રેમમાં ધર્મીને રાગાદિના ભાવમાં રસ રંગાતો નથી. આહાહા...!
જ્યાં એકત્વબુદ્ધિ તૂટી ગઈ છે તેમાં એને રાગનો રંગ ચડતો નથી. આહાહા...! સ્વભાવના રંગ જેને ચડ્યા છે.. આહાહા.! એને રાગનો રંગ ચડતો નથી, કહે છે. આહાહા.! જેને આત્મભગવાન પરમાનંદસ્વરૂપ પ્રભુ, એનો જેણે રસ ચાખ્યો છે અને રાગનો રસ ચડતો નથી. રાગનો રસ એને આવતો નથી. આહાહા.! આવી વાત છે. સાદી ગુજરાતી છે, સમજાય છે થોડું થોડું?
કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. એટલે? કે, આત્મા જેને જ્ઞાયકભાવ પરિગ્રહપણાને પામ્યો છે, જ્ઞાયકભાવ જેણે પરિ નામ સમસ્ત પ્રકારે દૃષ્ટિમાં લીધો છે. આહાહા...! એવા ધર્મીને રાગના પરિણામમાં રસ ચડતો નથી, એ રંગાતો નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ભાઈ! માર્ગ બહુ અલૌકિક છે, બાપુ આહાહા.! એ કર્મ એટલે પુણ્ય-પાપના પરિણામ એ પરિગ્રહ નામ પોતાપણે પામતા નથી. એ મમતા–મારા છે તેમ જ્ઞાનીને થતું નથી. મારું તો ભગવાન સ્વરૂપ ચૈતન્ય શુદ્ધ એ મારું છે. એવા જેને અંતરમાં ભાન થયા છે અને રાગનો રસ ચડતો નથી. એ રાગ મારો છે તેવી તેને મમતા થતી નથી. આહાહા...! ભારે શૈલી!
ભાવાર્થ :- જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના...” રાગના રાગ વિના, રાગના પ્રેમ વિના, રાગ મારો છે એવી મમતા વિના “કર્મના ઉદયનો ભોગ... આહાહા..! પરિગ્રહપણાને પામતો નથી. આહાહા...! પરિણામ