________________
સમયસાર સિદ્ધિ ભાગ-૭
ઉત્તર ઃ- રામલીલા અને બીજી ઈશ્વરલીલા. ઇ (લીલા) નથી, બાપુ! તારો ઈશ્વર નાથ અંદરની લીલા કોઈ અલૌકિક છે. સમજાણું કાંઈ? ઓલા ઈશ્વરની લીલા કહે. ‘કોઈ કહે લીલા લે લીલા ઈશ્વર તણી’ ‘આનંદઘનજી'માં આવે છે. કોઈ કહે લીલા રે લીલા ઈશ્વર તણી, ઈશ્વર દોષ સ્વભાવ’ એ તો ઈશ્વરને દોષ નાખે છે. આ લીલા અંદરની છે. આહાહા..!
જે દૃષ્ટિમાં પૂર્ણતાનું ધ્યેય હોયા વિના દૃષ્ટિ સાચી થાય નહિ અને તે દૃષ્ટિ પર્યાયે દ્રવ્યનો સ્વીકા૨ સ્વતંત્રપણે કર્યો છે, કર્તાપણે સ્વતંત્રપણે કર્યો છે. એ આમ લક્ષ ફેરવ્યું છે એ સ્વતંત્રપણે ફેરવ્યું છે અને એ પર્યાય પર્યાયની કર્તા છે. એ પર્યાયનું કર્મ પર્યાય છે, પર્યાયનું કરણ પર્યાય છે, પર્યાયનું સંપ્રદાન–પોતે કરીને પોતે પાત્ર ને પોતે લીધું, પોતે દાતા ને પોતે પાત્ર. આહા..! બેય–દેનારો પણ ભગવાન, લેનારો પણ ભગવાન. આહાહા..! પર્યાયમાં, હોં! આવી વાતું છે. વીતરાગમાર્ગ બાપા, એની ધર્મની શરૂઆતનો માર્ગ કોઈ જુદી જાત છે. ચારિત્ર થવું અને અંદર રમણતા થવી એ તો વળી અલૌકિક વાતું, બાપુ! આહાહા..! પણ આ તો શરૂઆતનો પહેલો સમ્યગ્દર્શનનો માર્ગ કોઈ અલૌકિક છે. આહા..! સમજાય છે કાંઈ? ભાષા તો સાદી છે, પ્રભુ! ભાવ તો જે છે ઇ છે. આહાહા..!
ઇ આપણે ‘પ્રવચનસાર’માં આવી ગયું છે કે, ‘સત્’ શબ્દ જે છે (તે) સારા લોકાલોકને બતાવે છે. સત્ છે. શબ્દબ્રહ્મ. અને આતમબ્રહ્મ, વિશ્વબ્રહ્મ. સારું વિશ્વ. અનંતા સિદ્ધો, અનંતા નિગોદના જીવો ને આખું વિશ્વ. એ સારું વિશ્વ અને વિશ્વને બતાવનારી વાણી જે સત્, એ બેયને શેયાકા૨૫ણે જ્ઞાન જાણે તેવો એનો સ્વભાવ છે. આહાહા..! શબ્દને પણ શેય તરીકે જાણીને જાણે અને સારા વિશ્વને પણ શેય તરીકે જાણે). સારા વિશ્વમાં તો અનંતા સિદ્ધો આવી ગયા. આહાહા..! સમજાય છે કાંઈ? સારા વિશ્વને (જાણે કીધું) એમાં પોતે પણ એક આવી ગયો. વિશ્વ એટલે. પોતે દ્રવ્ય, ગુણ, પર્યાય, છ દ્રવ્યના, બીજા પાંચ દ્રવ્યના દ્રવ્ય, ગુણ, પર્યાય, અનંતા સિદ્ધો, અનંતા નિગોદો, અનંતા સ્કંધો, તેના ત્રિકાળ પર્યાયો, બધી ત્રિકાળ પર્યાય એ વિશ્વમાં આવી ગઈ અને એને કહેનારો શબ્દબ્રહ્મ, છે’ એવું જે સત્. શબ્દ છે તે વાચક છે અને વસ્તુ આખી છે તે વાચ્ય છે. બેયને અધિષ્ઠાન તરીકે ભગવાન જાણનારો છે. એક ક્ષણે શબ્દને અને વિશ્વને જાણવાવાળો ભગવાન અધિષ્ઠાન-આધાર એ છે. આહાહા..! આપણે આવી ગયું છે. આહા..! સમજાય એટલું સમજવું, બાપુ! આ તો વીતરાગમાર્ગ (છે), ભાઈ!
૫રમાત્માના વિરહ પડ્યા પણ વાણી ૫રમાત્માની રહી ગઈ. સંતો આ વાણી કરે છે એ વીતરાગની જ વાણી છે. અને સંતો ત્રણ કષાયના અભાવમાં રહેલા, એની વાણી એ વીતરાગની જ વાણી છે. આહાહા..! અરે..! આવી વાતું ચાં (છે)? ભાઈ! લોકોને એવું લાગે કે, આ તો નિશ્ચય.. નિશ્ચય. પણ નિશ્ચય એટલે પરમસત્ય. અને વ્યવહા૨ એટલે આરોપિત વાતું. નિશ્ચય એટલે અનારોપિત સત્યનો સ્વભાવ, તેને નિશ્ચય કહેવામાં આવે છે. આહાહા..!
૪૭૨