________________
શ્લોક-૧૫૯
૪૭૧ હું પર્યાય છું, એમ નહિ. આહાહા...! અકળ કળાની વાતું છે, બાપા! કળામાં ન આવે એને કળામાં લઈ લેવો. હૈ? આહાહા...!
મુમુક્ષુ :- હમણાં કહ્યું કે વેદન એટલો જ હું, વળી (કહ્યું કે, ત્રિકાળી હું.
ઉત્તર :- ઇ ત્રિકાળી છે ઈ તો દૃષ્ટિનો વિષય થયો પણ વેદનમાં આવે છે એ તો અંશ આવે છે, મારે તો તે આત્મા છે. વેદનમાં આવે એટલો આત્મા. વેદનમાં ધ્રુવ આવતું નથી. સમજાણું કાંઈ? આમ વાત છે જરી.
અહીં તો કહે છે કે વેદનમાં આવ્યો તે આત્મા હું. રાગાદિ હું નહિ. આહાહા..! આવી વાત છે, ભાઈ! એક કોર કહે, પર્યાય કહે કે હું પૂર્ણ આત્મા છું. એક કોર કહે, પર્યાયનું જે વેદન છે તે હું છું. કઈ અપેક્ષા છે? સમજાય છે કાંઈ? ઓલો તો દ્રવ્યનો સ્વભાવ સ્વીકાર્યો એ અપેક્ષાની વાત છે અને સ્વીકાર થતાં જે વેદન આવ્યું એ ધ્રુવનું વેદન નથી, વેદન તો પર્યાયનું છે. વેદન તો ધ્રુવને અડતુંય નથી. આહાહા.. એ.ઈ....! તેથી એમ કહ્યું ને વીસમા (બોલમાં કે) પ્રત્યભિજ્ઞાનનું કારણ એવો જે કારણપરમાત્મા તે આત્મા તેને નહિ અડતો. લે! “બાબુભાઈ! આવી વાતું છે. ત્રિકાળી સામાન્ય જ્ઞાયકસ્વભાવ જે દૃષ્ટિનો વિષય તે પર્યાયમાં એ આત્મા પોતાને પર્યાયમાં વેદતો નથી. એને વેદતો નથી. જેટલો શુદ્ધ સ્વભાવનો આશ્રય થઈને અને આશ્રય કર્યો એટલે એની પર્યાયમાં નિર્મળતા થઈ એ પર્યાયની નિર્મળતા તે આત્મા. મારે તો વેદનમાં આવ્યો તે હું દષ્ટિના વિષયમાં ભલે ધ્રુવ હો. પણ એ ધ્રુવનું પરિણામ જ એ આવ્યું. દૃષ્ટિએ ધ્રુવને સ્વીકાર્યો ત્યારે પરિણામ એ આવ્યું, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, શાંતિ, આનંદ આદિનું પરિણામ આવ્યું તે મારું વેદન છે. મને તો આત્મા વેદનમાં આવ્યો તે હું છું. એ વેદનને કરું તે આત્મા. એ આત્મા દ્રવ્યને સ્પર્શતો નથી, વેદનવાળો એમ કહે છે. અર.૨.૨.! આવી વાતું હવે. સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- સ્પર્યા વિના વેદન કેમ આવે?
ઉત્તર :- પર્યાય એને અડતી નથી, આત્મા દ્રવ્યને અડ્યો નથી. પર્યાયનું સ્વતંત્ર વેદન સ્વતંત્ર છે. પર્યાય. બહુ કહેવું છે? પર્યાય ષકારકપણે સ્વતંત્રપણે પરિણમતી ઊભી થઈ છે. એ પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે તે પણ પર્યાય કર્તા, સ્વતંત્રપણે કર્તા થઈને આમ લક્ષ ગયું છે. એનો આશ્રય કરવાનું કર્તાપણું પણ સ્વતંત્રપણે થયું છે. શું કીધું છે? આહાહા.!
જે પર્યાયમાં વેદન થયું (એ) ષકારકપણે પરિણમન થયું છે. ષકારક એટલે પર્યાય કર્તા સ્વતંત્ર છે. દ્રવ્યનું લક્ષ, સ્વતંત્રપણે કર્તા થઈને એ લક્ષ કર્યું છે. એ સ્વતંત્રપણે કર્યું છે. પર્યાય કર્તા છે. આહાહા...! વેદનની પર્યાય કર્યા છે, વેદનનું કર્મ વેદન છે, વેદનનું સાધન વેદન છે, વેદન વેદનમાંથી થયું છે, વેદનને આધારે વેદન થયું છે, દ્રવ્યને આધારે નહિ. આહાહા...! જુઓ! આ વીતરાગની લીલા! આતમલીલા! ઓલા લીલા કહે છે ને? હૈ?
મુમુક્ષુ :- રામલીલા.