________________
૪૭૦
સમયસાર સિદ્ધિ ભાગ-૭
જ, પણ અવિનાશી મારા જે પ્રાણ છે (તેનો નાશ થતો નથી). આહાહા..! નાશવાનના પ્રાણ તો નાશ થાય જ પણ પ્રભુ હું નાશવાન પ્રાણમાં હું નથી. આહાહા..! હું તો અવિનાશી મારા પ્રાણ છે તે હું છું, એ અવિનાશી પ્રાણમાં કિંચિત્ પણ ઘટાડો, અભાવ થતો નથી. સમજાણું કાંઈ? આવી વાતું છે. આહાહા..! ‘તસ્ય’ તે કારણે. ‘અતઃ’ તે કા૨ણે ‘તસ્ય” તેનું “મરણં ગ્વિન ન મવેત્' કિંચિત્ નથી. આહાહા..! માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી.’ એ ગુજરાતી કરી નાખ્યું.
[જ્ઞાનિન: ત ્-મી: તા:] ‘તેથી (આવું જાણતા) જ્ઞાનીને...' આહાહા..! અહીં તો ધર્મીને નિર્ભય કહેવો ને? સાત ભય રહિત. આમ તો એને ભય આવે પણ એ ચારિત્રમોહના દોષનો આવે. મૂળ ચીજમાંથી ખસી જઉં છું એમ એને નથી. સમજાય છે કાંઈ? આહાહા..! મારો પૂર્ણ ૫૨માત્મા જે દ્રવ્ય સ્વભાવ છે એમાંથી જરીયે હટી જઉં છું, એમ નથી. અસ્થિરતાનો ભય આવે પણ એ અસ્થિરતાનો ભય, સમ્યગ્દર્શન ને બીજા દોષ, અહીંયાં (–સમ્યગ્દર્શનને) દોષ કરી શકે એવી તાકાત નથી. આહાહા..! શું કીધું ઇ?
અસ્થિરતાનો દોષ એ ચારિત્રદોષ છે. એ સમ્યગ્દર્શનમાં આખા પૂર્ણાનંદના નાથનો સ્વીકાર થયો તેને એ દોષ કરી શકે એ ત્રણકાળમાં નહિ. આહાહા..! તેથી એમ કહ્યું ને? ‘ટોડરમલ્લ’‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ તિર્યંચનું સમકિત તે જ સિદ્ધનું સમકિત (છે), સમિકતમાં ફે૨ નથી. કહ્યું ને? ભાઈ! આહાહા..! ચાહે તો તિર્યંચ દેડકો હોય અને આત્મજ્ઞાન પામે. બહા૨ અસંખ્ય છે, અઢી દ્વિપ બહાર અસંખ્ય તિર્યંચો છે. સમકિત પામેલા, પાંચમું ગુણસ્થાન પામેલા. આહાહા..! એ સમકિત પૂર્ણનો જે સ્વીકા૨ પ્રતીતમાં, જ્ઞાનમાં આવ્યો એની જ્ઞાનની પર્યાયમાં તેને શેય બનાવીને જ્ઞાન થયું, પર્યાયનું શેય બનાવીને જ્ઞાન નહિ, દ્રવ્યને શેય બનાવીને પર્યાયમાં જ્ઞાન થયું... આહાહા..! એ પર્યાયની પ્રતીતિ જે અંતર અનુભવની થઈ છે, આહાહા..! એ તિર્યંચનું સમકિત હો કે સિદ્ધનું (હોય) બેય સરખા છે, સકિતમાં કાંઈ ફેર નથી. કારણ કે એના સમિતે સારા પૂર્ણાનંદના નાથનો સ્વીકાર કર્યો છે અને સિદ્ધના સમકિતે પણ પૂર્ણાનંદ પૂર્ણનો સ્વીકાર કર્યો છે. આહાહા..!
સિદ્ધ સમાન સદા પદ મેરો’ એમ જ્યાં અંત૨માં સિદ્ધ સમાન સ્વરૂપની પ્રતીતિ થઈ.. આહાહા..! એટલે કે આ અંદર ભાવપ્રાણ જે આનંદ, જ્ઞાન સત્તા, સત્ત્નું સત્ત્વ, આત્માનું આત્માપણું, ભાવનું ભાવવાનપણું જે વસ્તુ સ્વભાવ, એનો જ્યાં સ્વીકાર થયો એથી તેની પર્યાયમાં તેનો અંશ પણ ઘટે એવું નથી. પર્યાય એમ માને છે કે આમાં–ધ્રુવમાં કંઈ અંશ ઘટે એવો હું નથી. આહાહા..! એ માને છે પર્યાય, પણ ધ્રુવમાં અંશ ઘટે, ઇ પર્યાય કહે છે કે, એવો હું નથી. પર્યાય કહે છે ને! ૩૨૦ ગાથામાં છેલ્લું આવે છે ને? પર્યાય એમ માને છે કે, આહાહા..! જે સકળ ત્રિકાળ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પારિણામિક પ૨મભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પર્યાય એમ કહે છે.