________________
શ્લોક-૧૩૭
૧૧૯ એ તો વ્યવહારથી મોક્ષ માને છે. છે ને? અંતર દૃષ્ટિ શું છે વસ્તુ એ તો જાણતા નથી અને આપણે તો વ્રત કરવા, તપ કરવા, અપવાસ કરવા, ભગવાનની ભક્તિ કરવી, હંમેશાં દર્શન (કરવા), દેવ-ગુરુ-શાસ્ત્રના દર્શન અને દાન આદિ આવે છે ને? સંયમ, છ આવશ્યક આવે છે ને? એ છ આવશ્યક તો શુભ ભાવ છે. એ તો સમ્યગ્દષ્ટિને હોય છે પણ જાણે છે કે આ તો દુઃખરૂપ છે. આહાહા...! મારી ચીજને લાભદાયક નથી. અશુભથી બચવા આવે છે. સમજાણું? આહાહા.!
વ્યવહારથી જ મોક્ષ માને છે,...” જુઓ! દયા પાળવી, વ્રત કરવા, ભક્તિ કરવી, પૂજા કરવી, રથયાત્રા કાઢવી, ગજરથ કાઢવા, એમાં પાંચ-દસ લાખ રૂપિયા ખર્ચવા, એમાં શું છે? એ રાગની મંદતા હોય તો પુણ્ય છે. પુણ્યને પોતાનું માને છે તો મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! આવો આકરો માર્ગ છે. પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. પરમાર્થ તત્ત્વ ભગવાન જ્ઞાયક સ્વરૂપ ચિદાનંદ પ્રભુ, એ પરમાર્થ તત્ત્વથી તો અજ્ઞાની મૂઢ રહે છે. અધ્યાત્મ શાસ્ત્ર વાંચીને પણ. આહાહા...!
જો કોઈ વિરલ જીવ...' વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય...” વિરલ જીવ સ્વરૂપની દૃષ્ટિ કરી, રાગ આવે છે તે વ્યવહાર છે, દુઃખરૂપ છે, નિશ્ચય તો મારી આનંદની અનુભવદશા એ નિશ્ચય છે. એમ કોઈ વિરલ જીવ.. આહાહા...!
સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય...” કે નિશ્ચય છે, જ્યાં સુધી પૂર્ણતા નથી ત્યાં સુધી વ્યવહાર પણ આવે છે, એ સ્યાદ્વાદ છે. આવે છે છતાં તે ધર્મ નથી. સમજાણું? નિશ્ચય સ્વરૂપ રાગથી, વિકલ્પની ક્રિયાથી તદ્દન ભિન્ન (છે) એવું ભાન થઈને રાગ આવે છે પણ એ રાગ પોતાનું સ્વરૂપ નથી, મને લાભદાયક નથી. એમ જ્ઞાની માને છે. આહાહા...! છે?
સ્યાદ્વાદન્યાયથી...” એમ. નિશ્ચયપૂર્વક વ્યવહાર થાય છે પણ એ વ્યવહાર બંધનું કારણ છે એમ ન્યાય જાણીને તેને થાય છે. આહાહા...! વ્યવહાર આવે છે તો તેનાથી ધર્મનો લાભ થશે એમ માનતો નથી.
તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે. કોઈ વિરલ જીવ યથાર્થ સ્વરૂપની દૃષ્ટિ કરી, રાગને વ્યવહાર માનીને હેય માને છે અને સ્વરૂપની દૃષ્ટિ વિના વ્યવહારને છોડી અશુભમાં ચાલ્યો જાય તે પણ અજ્ઞાની છે અને વ્યવહારથી મને ધર્મ થશે, નિશ્ચયની દૃષ્ટિ વિના, તે પણ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! સમજાણું? તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે.” એ ૨૦૦ ગાથાનો ભાવાર્થ (થયો). ૨૦૦ ગાથાનો સાર આ છે.
સ્વર્ગમાં જવાને યોગ્ય પરિણામના પણ હજુ જેને ઠેકાણાં નથી, મનુષ્યમાં જવાને યોગ્ય પરિણામના પણ જેને ઠેકાણા નથી અને ધર્મ પામવાને યોગ્ય પરિણામના તેને ઠેકાણાં હોય તેમ બને નહિ.
આત્મધર્મ અંક-૧, જાન્યુઆરી–૨૦૦૮)