________________
૪૨૮
સમયસાર સિદ્ધિ ભાગ-૭
( શ્લોક–૧૫૪
(શાર્દૂનવિક્રીડિત) सम्यग्द्दष्टय एव साहसमिदं कर्तुं क्षमन्ते परं यद्वजेऽपि पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि। सर्वामेव निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न हि।।१५४।।
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે :
શ્લોકાર્થ:- [ ય મય-વત્રત-ત્રનોય-મુવત્ત-ધ્વનિ વણે પતંતિ મપ ] જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં, [ ની ] આ સમ્યગ્દષ્ટિ જીવો, [ નિસ-નિર્મયત ] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [ સર્વમ્ વ શi વિદાય ] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વમ્ વધ્ય-વાઘવપુષે નાનત્ત: ] પોતે પોતાને (અર્થાત્ આત્માને) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય (અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [ વોથાત્ વ્યવન્ત ન હિ ] જ્ઞાનથી ચુત થતા નથી. [ રૂદ્ર પરં સામ્ સર્ગીકૃષ્ટય: કવ તું ક્ષમત્તે ] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
ભાવાર્થ - સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપનું જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪.
શ્લોક–૧૫૪ ઉપર પ્રવચન
“હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે – ૧૫૪.