________________
ગાથા– ૨૨૪ થી ૨૨૭
૪૦૯ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને વર્તમાનમાં) રજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ પંક્તિ પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
બીજો આશય આ પ્રમાણે છે :- અજ્ઞાની સુખ -રાગાદિપરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિ પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
પ્રવચન નં. ૩૦૦ ગાથા-૨૨૪ થી ૨૨૭, શ્લોક-૧૫૩, રવિવાર, ભાદરવા સુદ ૧૧, તા. ૦૨-૦૯-૧૯૭૯
દસલક્ષણી પર્વનો સાતમો દિવસ છે ને? તપ. તપ, તપ કોને કહેવું? સમ્યજ્ઞાનરૂપી નેત્રના ધારણ કરનાર. આહાહા...! જે આત્મા જ્ઞાતૃત્ત્વ છે તેને જેણે જાણ્યું છે, એ જાણનાર સમ્યગ્દર્શન છે એમ કહે છે. આત્મા જ્ઞાતૃતત્ત્વ છે. કાલે બપોરે આવ્યું હતું ને કે, શબ્દો અને શબ્દોમાં કહેલો અર્થ, એ શબ્દને પણ જ્ઞાનાકારથી શેયાકારને જાણે છે અને આખા વિશ્વને જ્ઞાનાકારપણે જાણે છે એવું જે જ્ઞાતૃતત્ત્વ. ત્યાં તો એક પદ કહ્યું હતું ને? ભાઈ! શબ્દને, આખા શબ્દબ્રહ્મને, શબ્દ–સતુ. આખું વિશ્વ, પદાર્થ બેયને જાણનારું પદ એટલે અધિષ્ઠાતા આત્મા. આહાહા..! સમજાય છે કાંઈ?
એવું જે આત્મતત્ત્વ સમ્યજ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર. એને સમ્યજ્ઞાનથી જેણે જામ્યું છે. ઝીણી વાત છે, ભાઈ! આહા! જે આ શબ્દ સત્ (છે), સતુ એ છ દ્રવ્યને બતાવનાર શબ્દ છે અને સત્ એવું વિશ્વ–આખી દુનિયા, એ બેયનું જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાતૃતત્ત્વ બેયની જાતને જાણવાવાળું થયું છે, આહાહા...! એવું જે શબ્દ અને અર્થ આખી દુનિયા, વિશ્વ, લોકાલોક એને જાણવાના પર્યાયપણે પરિણમે છે એવું જે અધિષ્ઠાન એટલે આત્મા. એનું જેને સમ્યજ્ઞાનરૂપી નેત્રથી સમ્યજ્ઞાન થયું છે. આહા...! હજી તપસ્યા પહેલી કોને કહેવી? હજી આ (તત્ત્વનું) ભાન ન મળે અને તપસ્યા (કરે) એ તપસ્યા નથી, એમ કહે છે. આહાહા...!
સમ્યજ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર કર્મરૂપી મેલ દૂર કરવા માટે તપસ્યા તપાવવામાં આવે છે. આહાહા...! જેણે આ આત્મા જ્ઞાયકતત્ત્વ આખું જગત ને શબ્દને જાણનારું, એવા તત્ત્વનો જેણે નિર્ણય કર્યો છે અને પછી કર્મમળને ટાળવા માટે એ સ્વરૂપમાં તન્મય થઈને રમે છે, તેને તપ કહેવામાં આવે છે. આરે.! આવી વાત છે. તપાવવામાં આવે છે એટલે