________________
જૈન તત્વ પ્રકાશ ૩. અનંત શીત–લાખ મણ લેઢાને ગળે નરકની શીત નિમાં મૂકવામાં આવે તો તે શીતળતાના પ્રભાવે તેના અણુઓ છૂટા પડી રાખ જેવા બની જાય એવી તીવ્ર ત્યાં ટાઢ હોય છે. જો કેઈ ત્યાંના નારકી જીવને ઉપાડીને હિમાલયના બરફમાં મૂકી દે, તો તેને ઘણા જ આરામનું સ્થળ સમજે એવી ઠંડી ત્યાં હંમેશાં રહે છે.
૪ અનંત તાપ-નરકના ઉષ્ણ નિસ્થાનમાં લાખ મણ લોઢાને ગળે મૂકતાં જ તે પીગળીને પાણું થઈ જાય અને જે કઈ તે નારકી જીવને ત્યાંથી ઉપાડી બળતી ભઠ્ઠીમાં મૂકી દે, તો ઘણું જ આરામનું સ્થાન સમજે એવી ગરમી ત્યાં સદૈવ રહ્યા કરે છે.
૫. અનંત મહાવર-નારીના શરીરમાં હમેશાં ઘણો તાવ ભર્યો રહે છે, જેથી શરીર બળ્યા કરે છે.
૬. અનંત ખુજલી-નારકી જે હંમેશાં શરીર ખણ્યા જ કરે છે.
૭. અને તે રોગ-જલદર, ભગંદર, ઉધરસ, શ્વાસ વગેરે ૧૬ મહારોગો અને ૫,૬૮,૯૯,૫૮૫ પ્રકારના નાના નાના રોગો નારકીના - શરીરમાં સદા રહ્યા કરે છે.
૮. અનંત અનાશ્રય-નારકી જીવને કઈ પણ કઈ જાતને આશરો કે મદદ આપનાર ત્યાં હેત નથી.
૯ અનંત શેક-નારકી છે સદા ચિંતાગ્રસ્ત રહ્યા કરે છે.
૧૦. અનંત ભય-જ્યાં કરોડે સૂર્ય મળીને પણ પ્રકાશન કરી શકે એવું અંધકારમય નરકનું સ્થાન છે. વળી, નારકીઓનાં શરીર પણ કાળાં મહા ભયંકર છે. ચારે બાજુ મારકૂટ હાહાકાર હોય છે. એ કારણેથી નારકી છ પ્રતિક્ષણ ભયથી વ્યાકુળ બની રહે છે. આ ૧૦ પ્રકારની વેદનાને સાતે નરકના જે પ્રતિક્ષણ અનુભવી રહ્યા હોય છે. આંખનું મટકું મારીએ એટલે વખત પણ આરામ નથી.