________________
પ્રકરણ ૨જું: સિધ્ધ
૧૧૧ મા પાપમનું, ઉત્કૃષ્ટ અર્ધા પલ્યોપમનું છે. ગ્રહનાં વિમાનને ૮૦૦૦ દેવો ઊપાડે છે A.
ગ્રહમાળથી ૪ જન ઊંચે લીલા રનમય “બુધ”ને તારો છે. ત્યાંથી ૩ એજન ઊંચે સ્ફટિકરત્નમય “શુકને તારે છે. ત્યાંથી ૩ એજન ઊંચે પીળા રત્નને “બૃહસ્પતિ” નામે તારે છે. ત્યાંથી ૩ યોજન ઊંચે રક્ત રત્નમય ‘મંગળ’ ને તારો છે. ત્યાંથી ૩ યોજન ઊંચે જંબુનંદ રત્નમય “શનિ ' નો તારો છે. આ ચારેનાં આયુષ્ય તથા વિમાનવાહક દેવ ગ્રહમાળમાં કહ્યાં મુજબ જાણવા. ઊપર પ્રમાણે સર્વ જ્યોતિષ ચક સમભૂમિથી ૯૦૦ જનની ઊંચાઈ સુધીમાં ત્રિછા લેકમાં છે. જમ્બુદ્વીપના મેરુ પર્વતથી ૧૧૨૧ જન તરફ દુર રહી જ્યોતિષ્ક વિમાન ફરતાં રહે છે.
જમ્બુદ્વીપમાં ૨ ચંદ્ર અને ૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર અને ૪ સૂર્ય, ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર અને ૧૨ સૂર્ય, કાલેદધિ સમુદ્રમાં ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્ય, પુષ્કરાઈ દ્વીપમાં ૭૨ ચંદ્ર અને ૭૨ સૂર્ય એમ અઢી દ્વીપની અંદર બધા મળી ૧૩૨ ચંદ્ર અને ૧૩૨ સૂર્ય પાંચે મેરુ પર્વતની ચારે તરફ સદૈવ ફરતા રહે છે. અઢી દ્વીપની બહાર અસં
ખ્યાત ચંદ્ર, અસંખ્યાત સૂર્ય સદા સ્થિર રહે છે.B અઢી દ્વીપની બહાર ચંદ્રસૂર્યાદિ તિષીના વિમાનોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ
A જ્યોતિષીના વિમાનવાહક દેવ જેટલા કહ્યા છે તેના ચાર વિભાગ કરવા, જેમાં ૧ વિભાગ પૂર્વ દિશામાં સિંહરૂપે; બીજે દક્ષિણમાં હસ્તીરૂપે, ત્રીજે પશ્ચિમમાં બેલારૂપે અને વિભાગ ઉત્તર દિશામાં ઘેડાનાં રૂપે વિમાન ઉઠાવી ફરતો રહે છે,
B અસંખ્યાત દ્વીપ સમુદ્રમાં ચંદ્રસૂર્યનાં વિમાનનું પ્રમાણ નીચેના હિસાબે છે, ઘાતકીખંડમાં ૧૨ ચંદ્ર, ૧૨ સૂર્ય કહ્યા છે. તેને ત્રણ ગુણા કરવા ૧૨ x ૩ = ૩૬ થયા તેમાં જમ્બુદ્વીપના ૨ સૂર્ય લાવણ સમુદ્રના ૪ મળી કે ઉમેરતાં ૪૨ થયા, એ પ્રમાણે ૪૨ ચંદ્ર અને ૪૨ સૂર્યકાલેદધિ સમુદ્રમાં છે પછી કાલેદધિના ૪૨ ને ત્રણે ગુણતાં ૧૨૬ થયા. તેમાં જંબુદ્વીપના ૨, લવણના ૪ અને ધાતકીખંડના ૧૨ એમ ૧૮ ભેળવતાં કુલ ૧૪૪ થયા, એ પ્રમાણે ૧૪૪, ચંદ્રમા અને ૧૪૪ સૂર્ય પુષ્કરદ્વીપમાં છે. તેમાંથી ૭૨ મનુષ્યત્તર પર્વતની અંદર