________________
૪૩૨
જૈન તત્વ પ્રકાશ.
તેના બે ભેદ છેઃ (૧) વસ્ત્ર, પાત્ર વગેરે સાધન વગર જોયે, અસાવધાનપણે ગ્રહણ કરે તેમ જ જ્યાં ત્યાં રાખે તેથી કિયા લાગે છે. (૨) વસ્ત્ર પાત્ર વગેરે સાધનનું અસાવધાનપણે પડિલેહણ કરે, પૂજે તેની કિયા લાગે તે. (શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુ અજતનાથી કિયા કરે તેમાં કદાચ કોઈ જીવની હાનિ ન થાય તે પણ તેને હિંસક કહે, અને જતના ઉપયોગથી ક્રિયા કરતાં છતાં કેઈ જીવની અજાણમાં હિંસા થઈ જાય તે પણ તેને દયા કહે)
(૨૦) અણુવકંખવત્તિયા ક્રિયા-હિંસામાં ધર્મ દર્શાવે, તપ, સંયમ, વગેરે મહિમા માટે કરે, આ લેક તથા પરલક વિરુદ્ધનાં કામો કરવાથી જે ક્રિયા લાગે છે. બીજે એ પણ અર્થ થાય છે કે—કઈ કામ કરવાની અભિલાષા નથી પણ સ્વભાવબળે તે થઈ જ જાય. જેમ કે લૂગડાં મેલાં કરવાની ઈચ્છા નથી, છતાં કપડાં પડ્યાં પડ્યાં પણ મેલાં. અને જીર્ણ થઈ જાય.
તેના બે ભેદ છેઃ (૧) પોતાના શરીરથી હલન, ચલન વગેરે કામ કરતાં લાગે તે (૨) કલેશને વશ થઈ પિતાના હાથથી પોતાના શરીરને ત્યાગ કરતાં લાગે છે. ન કરવા જેવું કંઈ પણ કામ કરવાથી આ ક્રિયા લાગે.
(૨૧) અણેએગવત્તિયા ક્રિયા-બે વસ્તુઓને સંજોગ મેળવી આપવાની પોતે દલાલી કરે તેથી જે ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “સ ”—સ્ત્રી પુરુષને, ગાયબળદને વગેરેનો સંગ મેળવી આપવાની દલાલીથી (૨) “અજીવ”-વેપાર કરિયાણું, ભૂષણ, વસ્ત્ર, વગેરેની દલાલી કરવાથી જે ક્રિયા લાગે છે. માટે પાપ કર્મની દલાલીથી બચવું જોઈએ. બીજે એ અર્થ છે કે, અસાવધાનપણે પાપકારી (સાવદ્ય) ભાષા બેલે, ગમનાગન કરે, શરીરને સંકેચે, પ્રસારે, તથા બીજાની પાસે કામ કરાવતાં હિંસા થાય તે. અપગવત્તિયા કિયા” કહેવાય.
(૨૨) સામુદાણિયા ક્રિયા-એક કામ ઘણું જણ મળીને કરે તે સામુદાણિયા કિયા કહેવાય. કંપની કરી વેપાર કરે, ભેળા થઈનાટક