________________
૬૦૨
જૈન તત્ત્વ પ્રકાશ મુખ પર કૃત્રિમ હાસ્ય લાવી નાચવા કુદવા લાગે અને લોકોને કહેવા લાગ્યું કે, અભિમાનની નિશાનીરૂપ નકામા નાકને દુર કરવાથી જ પરમાત્માને સાક્ષાત્કાર થાય છે, નાકને મેહ છેડડ્યા વિના પ્રભુ પ્રાપ્ત થતા નથી. અહો ! મારાં સદ્ભાગ્ય છે કે હવે સચ્ચિદાનંદના પરમ આહલાદક, પરમ કલ્યાણકર દર્શન હું પ્રત્યક્ષપણે કરી શકું છું. પ્રભુ પ્રીત્યર્થે વેચ્છાપૂર્વક નાક કપાવે તેને જ આવે અપૂર્વ લાભ પ્રાપ્ત થાય છે !
આ સાંભળી ભેળા લેકે પરમાત્માનાં દર્શન માટે ઉત્સુક બન્યા અને પોતપોતાનાં નાક કપાવી તેના ચેલા બનવા લાગ્યા. ગુરુમંત્ર આપવાને બહાને પેલે નકટો ગુરુ, ચેલાને કાનમાં કહે છે કે, હું મારી એબ ઢાંકવા આમ કરું છું. હવે જો તું આમ નહિ કરે તે હું લેકેને કહીશ કે આ તે કઈ મહાપાપી મનુષ્ય છે, તેથી તેને પરમા
ત્મા દર્શન આપતા નથી. વળી, લેકે પણ તને નકટ, પાપી, વગેરે કહી ધિક્કારશે.
આ ગુરુમંત્ર સાંભળી ચેલે ડરી ગયો અને વિચારવા લાગ્યું કે નાક તે ગયું, હવે પાછું આવવાનું નથી. માટે હવે તે આમનું કહ્યું માનવું તે જ ઠીક છે. આમ વિચારી તે પણ તેવા જ ટૅગ કરવા મંડી પડે. આવી રીતે પેલા ધૂર્ત, ઢેગી, નકટા ગુરુએ ૫૦૦ ચેલાની જમાત જમાવી દીધી. અને તેનાં યશગાન થવા લાગ્યાં. આ લોકોને ઉપદેશ સાંભળી એક રાજા પોતાનું નાક કપાવવા માટે તત્પર થયે ત્યારે તેને જૈનધમી પ્રધાન હતું તે બે કે, રાજન ! નકટા થવાથી. તે કંઈ પ્રભુ દેખાતા હશે ? રાજાએ કહ્યું કે શું આ ૫૦૦ સાધુ
જૂઠા છે?
પ્રધાન મૌન રદા અને નકટાના ગુરુને લાલચ આપી. એકાંતમાં બેલાવી પૂછયું કે બોલ, તને ખરેખર પ્રભુ દેખાય છે કે ઢોંગ કરે છે? બે ટુ બેલીશ તે તારું ચામડું ઊતરડી નાખીશ. એમ કહી ચાબુક લગાવવા માંડયા. ચાબુક લાગતાં જ તે પોકારી ઊઠે