________________
' ૯૨૨
જૈન તત્ત્વ પ્રકાશ
તથા શસ્ત્ર), બંધ અને મેક્ષ એ તના જાણ બની જિનપ્રણત ધર્મમાં એવા નિશ્ચલ બને છે કે, તેમને દેવ, દાનવ, માનવ, આદિ કઈ પણ ચલાયમાન કરી શકતું નથી.
તેઓ જિનવચનમાં કદાપિ, શંકા, કાંક્ષા, વિતિગિચ્છાદિ અતિચાર સેવતા નથી, જેમની હાડ હાડની મિજાએ ધર્મને રંગ લાગી ગયે છે, તેઓ શાસ્ત્રના શ્રવણ પઠનના અવસરે શ્રવણ, પઠન કરે છે અને તેના અર્થ પરમાર્થ સમ્યક્ પ્રકારે હૃદયમાં ધારણ કરે છે તેમ કરતાં - કદાચ સંશય ઊપજે તે ગીતાર્થ–બહુસૂત્રીને પૂછી નિર્ણય કરી લે છે.
જ્યારે પણ અન્ય કેઈની સાથે વાર્તાલાપને પ્રસંગે પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ કહે છે કે હે દેવાનુપ્રિય! કેવળ એક જિનેશ્વરને ધર્મ જ આ જગતમાં સારભૂત છે, શેષ સર્વ અસાર છે.
- જેમનાં હૃદય સ્ફટિક રત્ન જેવાં નિર્મળ છે, જેઓ અનાથ, અપંગ, નિરાધાર જનેના પિષણાર્થે ઘરના દરવાજા ઉઘાડા રાખે છે, જેમણે જનતા પર એટલે વિશ્વાસ જમાવી દીધું છે કે તેઓ કદાચ રાજાના અંતઃપુરમાં કે ભંડારમાં ચાલ્યા જાય તે પણ તેમને અવિશ્વાસ કેઈને પણ કદાપિ થતું નથી. તેઓ આઠમ, ચૌદશ, પાખી, તીર્થકરેનાં કલ્યાણક, આદિ પર્વતિથિએ પ્રતિપૂર્ણ પૌષધદ્રત કરે છે. વળી સાધુ -સાધ્વીજીને સુગ સાંપડે ત્યારે તેઓ તેમને ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર, આદિ કલ્પતી વસ્તુ સમુલ્લાસપૂર્વક ઉદાર પરિણામે પ્રતિલાલે છે. આવા શ્રાવકો આયુષ્યને અંતે આલેચના–નિંદનાયુક્ત સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી ઉત્કૃષ્ટ ર૦ સાગરોપમના આયુષ્યવાળા બારમા દેવકના દેવ થાય છે.
૧૫. ઉક્ત ગ્રામાદમાં વિચરનાર કેટલાક મહાત્માઓ એવા છે કે, જેમણે ત્રિવિધ ત્રિવિધ આરંભ પરિગ્રહ તથા ૧૮ પાપ, પચન, પાચન, તાડન, તર્જન, વધ, બંધન, સ્નાન, શંગાર, શબ્દાદિ પાંચે ઇદ્રિના વિષય ઈત્યાદિને પરિત્યાગ કરી જેઓ સાધુ બન્યા છે, જેઓ પંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુણિ ઈત્યાદિના વિશુદ્ધ પાલક છે,