________________
૭૫૮
જૈન તવ પ્રકાશ
સારી જમીન છોડીને માટી, મીઠું કે અનાજના ઢગલા પર, ગુણ ઉપર કે લીલા ઘાસ ઉપર બેસી જાય છે. દૂધ, દહીં, ઘી, તેલ, પાણી, છાશ, વગેરેનાં વાસણ ઉઘાડાં મૂકી દે છે. ખાંડવું, દળવું, લીંપવું, રાંધવું, છેવું, સીવવું, વગેરે કામ તથા ખાણિયે, સાંબેલું, ઘંટી, ચૂલે, વસ્ત્ર, વાસણ, વગેરે વસ્તુઓને વગર જેયે જ કામમાં લે છે, તેથી ઘણી વખત ત્રણ જીવની ઘાત થઈ જાય છે.
આ બધાં કામ પ્રમાદાચરિત જાણવાં. આમાં લાભ તે મુદ્દલ નથી, પરંતુ હિંસાદિ પાપનું આચરણ થતાં વા કર્મબંધ થવા પામે છે, કે જે રેતાં પણ છૂટવાં મુશ્કેલ છે. આવું જાણી શ્રાવકેએ. પ્રમાદાચરણ અનર્થદંડ સેવ ઉચિત નથી.
હિંસમ્પયાણું–હિંસાકારી શાનું પ્રદાન, જે શસ્ત્રો વડે જીવની ઘાત થાય તેવાં શસ્ત્રો સંગ્રહી રાખે અને જરૂર પડતાં પાડોશી વગેરેને તેવાં શ-છરી, ચાકુ, ત્રિકમ, કેદાળી, પાવડા, વગેરે વાપરવા આપે. આમ કરવામાં પિતાને કશે સ્વાર્થ ન હોવા છતાં વિના કારણે પાપના ભાગીદાર થઈ પિતાના આત્માને દંડે છે. શ્રાવકે આવું કરવું તે ઉચિત નથી.
૪. પાવકમેવ એસે–પાપકર્મોપદેશ. પાપ કર્મને ઉપદેશ. પાપકર્મને ઉપદેશ આપે, જેમ કે ધર્મશાળા, દેવાલયને માટે મકાન બંધાવવામાં, કૂવાદિ જળાશય ખેદાવવા તથા બંધાવવામાં તીર્થ–સ્નાનાદિ કરવામાં, ધર્મસ્થાનમાં પંખા લગાવવામાં, નગારાં, ઝાંઝ આદિ વાજિંત્ર બજાવવામાં, પત્ર, પુષ્પ, ફળ, ધાન્ય, આદિ દેવને ચડાવવામાં, માંકડ, મચ્છર, સાપ, વીછી આદિ શુદ્ર જાનવરને મારવામાં ભેંસ, બકરાં, પાડા, કૂકડા, આદિને રુદ્રાણી, ભૈરવ આદિને ભોગ ચડાવવામાં જતુદાન દેવામાં, લગ્નાદિ કરાવવામાં ઈત્યાદિ હિંસક કાર્યોમાં ધર્મ થાય છે એ ઉપદેશ કરે. તથા લડાઈ ઝઘડાને, બીજાને હેરાન કરવા ખોટા મુકદ્દમા કરવાને, ભેગનાં ૮૪ આસન વગેરે કેકશાસ્ત્રને, જ્યોતિષ, નિમિત્તને, યંત્ર મંત્ર તંત્રને, ત્રસ જીવોની હિંસા થાય. એવા ઔષધોપચારનાં શાને ઉપદેશ કરે.