________________
જૈન તત્ત્વ પ્રકા
૧૯. જેવી રીતે ધર્મોપદેશક મુનિ માત્મા અનેક નય, ઉપનય, પ્રત્યક્ષ, પરાક્ષ, હેતુ, દૃષ્ટાંત આદિ દ્વારા શરીરનું સ્વરૂપ સમજાવી મમત્વ કમી કરાવે છે, એવી રીતે મારા શરીરમાં ઉત્પન્ન થયેલા આ રાગ પણ મને પ્રત્યક્ષ પ્રમાણથી ઉપદેશ આપે છે કે હે જીવ! તું આ શરીરનું મમત્વ શા માટે કરે છે? કેમ કે આ શરીર તારું નથી પણ મારા સ્વામી કાળના લક્ષ છે. તા હવે તેનાથી મમતા ન કર.
૮૧૬
૨૦. કિ’બહુના ! મુનિરાજો પણ અધિક અસરકારક ઉપદેશદાતા મને તે આ રોગ માલૂમ પડે છે. કેમકે જે શરીરને મેં પ્રાણપ્યારુ ગણી અનેક સુખે!પચારોથી પેપ્યુ તેમ જ તેની ખૂબસૂરતી અને કેમળતા આદિ ગુણ્ણામાં લુબ્ધ બની રહ્યો હતો તે પ્રેમ મુનિરાજના અનેક ઉપદેશથી પણ છૂટવા મુશ્કેલ હતા. હવે અનેક ઉપચારોથી રોગ નષ્ટ થતા નથી ત્યારે સ્વભાવથી જ નષ્ટ થઈ જાય છે.
૨૧. રે જીવ! જો આ રેગેાદવના દુઃખથી તુ ગભરાતા હાય, ખરેખર ! તને આ રોગ ખરાબ માલૂમ પડતા હોય અને તેનાથી પૂરેપૂરો કટાળો આવ્યે ડેમ, તે તું હવે ખાદ્યોપચારને પરિત્યાગ કરી દે. કેમકે આ રોગ કધીન છે; બાહ્યોપચારમાં રોગ મટાડવાની સત્તા નથી. કદાચિત્ એકાદ રોગ કમતી પણ થઈ ગયા તે શુ થયુ ? કાળે કરી પુનઃ તેના પ્રાદુર્ભાવ થવાને જ છે. પરંતુ સ` રોગાના અને તેની અચૂક ચિકિત્સાના જ્ઞાતા શ્રી ત્રિનેદ્ર ભગવાનરૂપ પરમ વૈધની બતાવેલી પરમૌષધિ સમાધિમૃત્યુરૂપી છે, તેનુ' સાચા દિલથી સેવન કર કે જેથી આધિ, વ્યાધિ, ઉપાધિરૂપ સર્વ દુઃખો સમૂલ નાશ પામી અનત, અક્ષય, અજરામર, અવ્યાબાધ મોક્ષનાં સુખા પ્રાપ્ત થઈ શકે.
૨૨. જેમ જેમ વેદનીયતું જેર અતિ પ્રખળ થતું જાય તેમ તેમ પેતે અધિક ખુશી થતા જાય. કેમકે જેવી રીતે અધિકાધિક તાપ લાગવાથી સુવર્ણ અધિક સ્વચ્છ, શુદ્ધ, નિળ થઈ કુંદન ખની જાય છે, તેવી જ રીતે તીવ્ર વેદનીયના ઉદય સમયે સમ પરિણામ ધારણુ