________________
પ્રકરણ છઠ્ઠ : અંતિમ શુદ્ધિ
૮૧૯ પણ તને અનાદિ કાળને છે. તે તેને પ્રેમ ઓછો કરે જોઈએ. અર્થાત્ આ શરીર ઉપર મમત્વ ન રાખવું જોઈએ.
૩૦. વાપરતાં વાપરતાં જ્યારે વચ્ચે જીર્ણ થઈ જાય છે ત્યારે તેનું મમત્વ ત્યાગીને નવાં વચ્ચે હર્ષપૂર્વક ધારણ કરે છે, તેવી જ રીતે આ શરીર પણ અનેક કામધંધામાં વપરાવાથી અને રેગાદિ સંગથી તથા તપ, સંયમ, વૈયાવૃત્યમાં વપરાવાથી જીર્ણ થઈ ગયું છે, હવે તેને ત્યાગ કરી દિવ્ય દેવ શરીરની પ્રાપ્તિ કરવાની છે. એટલા માટે તેના પરનાં મોહ મમત્વ કમતી કરવાં જોઈએ. પુરાણાં વસ્ત્ર ઉતારવાથી જ નવાં વસ્ત્ર ધારણ કરી શકાય છે. તેમ, આ શરીર છૂટયા સિવાય દેવતાનું શરીર મળવાનું નથી.
પ્રશ્ન-મૃત્યુ આવ્યા પહેલાં જ આહાર પણ આદિને પરિત્યાગ કરી મૃત્યુની સન્મુખ થઈ મરવું; તેમાં આત્મહત્યા (આપઘાત)નું મહાપાતક નથી લાગતું શું ?
સમાધાન–જે કેધ, માન, માયા, લેભ, વિષય, કષાય, ઈત્યાદિને વશ પડી અન્ન, પાણી, આદિને ત્યાગ કરી મરે તે, તથા કેધાદિના આવેશમાં અગ્નિમાં બળીને, પાણીમાં ડૂબીને, ઝેર ખાઈને ઈત્યાદિ પ્રકારે મૃત્યુ કરે તે આત્મઘાતનું પાપ ગણાય છે. પરંતુ કેધાદિ કઈ પણ કારણ વિના ફક્ત પિતાના આત્માના કલ્યાણને માટે સંસારના મહમમત્વને પરિત્યાગ કરી, ચારે આરાધનાપૂર્વક જે આહાર પણ આદિને પરિત્યાગ કરી સમાધિભાવથી દેહમમત્વ છોડી સંલેખના સહિત મૃત્યુ કરે છે તેને આત્મહત્યા કહેવાતી નથી.
- વ્યવહારનું પ્રત્યક્ષ દષ્ટાંત પણ જોઈ લે-સુદ્રઢ અને નીરોગી મનુષ્ય સંગ્રામમાં મરે છે તેને આત્મઘાતી કઈ પણ કહેતું નથી, તે પછી કર્મશત્રુઓને સંહાર કરવા ભાવ–સંગ્રામમાં પ્રવૃત્ત થઈને જે શરીરને ત્યાગ કરે છે, સમાધિમરણે મરે છે તેને આત્મઘાતી કેવી રીતે કહેવાય? ન જ કહેવાય. “પુરુષાર્થ સિદ્ધયુપાય” નામક ગ્રંથમાં કહ્યું છે કે હિંસાના કારણરૂપ જે કષાય છે તેને ઘટાડવાની પ્રવૃત્તિ તે અહિંસા જ