________________
૮૨૨
જેન તવ પ્રકાશ
ભગવંતમાં વ્યક્તરૂપ છે અને મારામાં શક્તિરૂપ છે.
જે ગુણે શક્તિરૂપ છે તે વ્યક્તરૂપે (પ્રકટરૂપે) થતાં હું પણ સિદ્ધ બની જઈશ. જન્મ, જરા, મરણનાં જાલીમ દુખેથી વિમુક્ત થઈ અજરામર થઈ જઈશ. આધિ, વ્યાધિ, ઉપાધિથી સર્વથા મુક્ત થઈ સચ્ચિદાનંદમય બની જઈશ. કે જેથી પર્યાયને પલટો કદાપિ થાય નહિ. આવું જે ધ્રુવ પદ છે, જેને અંશ માત્ર પણ નાશ ન પામે તેની પ્રાપ્તિ થતાં હું પણ ખુદ અનંત, અક્ષય, સુખમય બની જઈશ. આ પ્રમાણે ચારે ધ્યાનને બાહ્ય ભાવથી ધ્યેયરૂપ ધ્યાને કે પછી બાહ્યભાવથી શારીરિક અવસ્થામાં સંલગ્ન બને. જેમ કે, (૧) પદસ્થ ધ્યાન-તે કમરની નીચેના અંગ તરફ પ્રથમ લક્ષ રાખી પછી (૨) પિંડથ ધ્યાન-તે કમરની ઉપરના અંગ તરફ લક્ષને ચડાવે પછી (૩) રૂપસ્થ ધ્યાન-તે ગ્રીવાની ઉપરના અંગ તરફ લક્ષ ચડાવે અને પછી રૂપાતીત ધ્યાન-તે સર્વ શરીરવ્યાપક આત્મામાં લક્ષ સ્થિર કરે, એમ મન અને શરીરનું નિરૂધન કરી પછી આત્મદ્રવ્ય અને તેની પર્યાયમાં ધ્યાનથી ચિંતન કરે.
આ શુલ ધ્યાનને પ્રથમ પાયે પૃથક્વ વિતર્ક નામને જાણો. પછી દ્રવ્યમાં અને પર્યાયમાં સંચરવાનું ડી એક આત્મ દ્રવ્યમાં જ સ્થિર થઈ જાય (તે શુકલ ધ્યાનને બીજો પાયે
એકવિતર્ક જાણું). આ ધ્યાન વડે શ્રેણીસંપન્ન બનીને એક આત્મગુણમાં ગરકાવ થઈને દૈહિક ભાવથી પૃથક્ થતાં જ ચાર ધનઘાતી કર્મોને સશે નાશ કરે અને કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરી લે. છેવટે શુકલ ધ્યાનને ત્રીજે પાયે “સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ પ્રાપ્ત કરીને આયુષ્યકર્મના અંત સુધી પ્રવર્તતા સ્વભાવથી જ શુકલધ્યાનને
સમુચ્છિન્નક્રિયા નિવૃત્તિ” નામને ચે પાયે આવતાં જ આયુષ્યના બળ ઉપર નિર્ભર રહેલાં વેદનીય, નામ અને ગેત્ર એ ત્રણ અઘાતી કર્મો આયુષ્યને ક્ષય થતાં જ એકી સાથે સર્વ ક્ષય કરી નાંખે છે. અને મોક્ષગતિ પ્રાપ્ત કરી સિદ્ધ ભગવાન બની કૃતકૃતાર્થ પૂર્ણ નિષ્કિતાર્થ, અનંત પરમ સુખી બની જાય છે.
નિત નવ ઈન કિકળાના તાતિ