________________
૮૨૫
પ્રકરણ ૬ ઠું ઃ અંતિમ શુદ્ધિ
ઉપસંહાર एस धम्मे धूवे निच्चे, सासए जिणदेसिए । सिद्धा सिझंति चाणेण, सिद्धिसंति तहावरे ॥ त्तिबेमि ॥१७ ।।
અર્થ-આ “શ્રી જૈન તત્વ પ્રકાશ” ગ્રંથના દ્વિતીય ખંડમાં સૂત્ર અને ચારિત્રધર્મનું વિસ્તારપૂર્વક કથન કર્યું છે, તે ધર્મ ભૂતકાળમાં જે અનંત તીર્થકરો થયા છે, તેમણે તે જ પ્રમાણે પ્રતિપાદન કર્યો છે, વર્તમાનકાળમાં મહાવિદેહુ ક્ષેત્રમાં વીસ તીર્થંકર વિચરે છે તેઓ પણ તે જ પ્રમાણે પ્રતિપાદન કરે છે અને ભવિષ્યકાળમાં જે અનંત તીર્થ કરે થશે તે બધા એ જ પ્રકારે પ્રતિપાદન કરશે અર્થાત આ ગ્રંથને જે મૂળ આશય છે તે જિનાજ્ઞાને સંમત હોવાથી આ ધર્મ પ્રાયે કરી નિશ્ચલ છે, દ્રવ્ય કરી નિત્ય છે અને વસ્તુતઃ શાશ્વત અવિનાશી છે. સત્ય, તથ્ય અને પથ્ય છે, તેથી સર્વને માનનીય અને આદરણીય છે, કેમકે આ ધર્મનું પરમારાધન કરીને ભૂતકાળમાં અનંત જી સિદ્ધ થયા છે, વર્તમાનકાળમાં સંખ્યાત જીવો સિદ્ધગતિને પ્રાપ્ત કરે છે અને ભવિષ્યકાળમાં અનંત જી સિદ્ધગતિને પ્રાપ્ત કરશે. એમ શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામીએ પોતાના યેષ્ઠ શિષ્ય શ્રી જંબુસ્વામીજીને કહ્યું છે.
અંતિમ મંગલમ્ अय ण धम्मे पेच्चभवे, य इहभवे य हियाओ सुहाओ । खेमाले हिस्सेयसाओ, अणुगामीयत्ताले भविस्सइ ।।
અર્થ–આ ધર્મ આ જીવને આ ભવમાં, પરભવમાં, હિતકારી, સુખકારી, કુશળ કલ્યાણ કરનાર, નિસ્તાર કરવાવાળો અને અનુગામી એટલે સાથે રહી કમશઃ મેક્ષનાં અપરિમિત સુખ દેનારે થશે.
તથાસ્તુ. ઇતિ પરમપૂજ્ય ન્યાયાભાનિધિ, સ્યાદ્વાદશૈલીદર્શક, શ્રી શ્રી ૧૦૦૮ શ્રી કહાનજી ઋષિજી મહારાજના સંપ્રદાયના કિયાપાત્ર, જ્ઞાનનિધિ, શ્રી શ્રી ૧૦૦૮ શ્રી ખૂબાઋષિજી મહારાજના શિષ્ય આર્ય મુનિ શ્રી શ્રી ૧૦૦૮ શ્રી રચનાવિજી મહારાજના શિષ્ય તપસ્વીરાજ શ્રી કેવળઋષિજી મહારાજના અનુયાયી શાસ્ત્રોદ્ધારક બાલબ્રહ્મચારી ૫ ડિત મુનિવર શ્રી અમલખ
ઋષિજી મહારાજ વિરચિત :શ્રી જૈનતત્ત્વ પ્રકાશ ગ્રંથ સમાપ્ત.