________________
૮૧૮
જૈન તત્વ પ્રકાશ આ વેદનીય કર્મરૂપ પૂર્વભવના લેણિયાત લેશું લેવા આવ્યા છે, તેને નમ્રતાથી છુટકારો કરી દે, જેથી થેડામાં જ તારે છુટકારો થઈ જાય.
૨૬. “કડાણ કન્માણ ન મેખ અસ્થિ અર્થાત્ કૃતકર્મ ભગવ્યાં વિના છુટકારે નથી. આ સિદ્ધાંત-વચન છે. કર્મને બદલે દેવાને સમયે તું સમર્થ થઈને મેટું શા માટે છુપાવે છે? વ્યાજ શા માટે વધારે છે? સઘળાં દેવોને શીવ્ર ચુકાદો કરી ફારેગ થઈ જવું જ સારું છે, કે જેથી આગળ કઈ હરકત કરે નહિ; સીધા મેક્ષમાં ચાલ્યા જવાય.
૨૭. જેવી રીતે વિચક્ષણ વણિક મહામૂલ્યવાન વસ્તુ, થેડા દામમાં મળતી હોય તે ગુપચુપ હર્ષોત્સાહપૂર્વક ખરીદી લે છે, તેવી જ રીતે જે સ્વર્ગ મેક્ષના સુખે મુનિ મડામાએ દુષ્કર તપ, સંયમ,
ધ્યાન, મૌનાદિ કરણ દ્વારા પ્રાપ્ત કરેલ છે, તે કેવળ સમાધિ મરણથી જ પ્રાપ્ત થઈ શકે છે. મહામૂલ્ય નિર્વાણના સુખની પ્રાપ્તિ પણ સમાધિમરણરૂપ અપ મૂલ્યમાં પ્રાપ્ત કરવાને અત્યુત્તમ અવસર પ્રાપ્ત થયે છે. તે હવે કઈ પણ પ્રકારની આનાકાની કે ગરબડ ન કરતાં વ્યવહારમાં ગુપચૂપ (મૌન) રહીને અને નિશ્ચયમાં સમાધિભાવ ધારણ કરીને ઝટપટ કરી લે.
૨૮. જેવી રીતે સુભટો ધનુર્વિદ્યાદિને અભ્યાસ કરી, સાધન દ્વારા સિદ્ધિ કરી સજજ રહે છે, અને જ્યારે શત્રુને પ્રસંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સિદ્ધ કરેલી વિદ્યા દ્વારા શત્રુને પરાજય કરીને કરેલી મહેનતને સફળ કરે છે, તેવી જ રીતે હે આત્મન ! તે આટલા દિવસ જે જ્ઞાનાભ્યાસ અને તપ સંયમાદિનું સાધન કર્યું છે, તે આ અવસરે આત્મકાર્ય સિદ્ધ કરવા માટે જ કર્યું છે. તે અવસર અત્યારે પ્રાપ્ત થઈ ચૂક છે. માટે હવે સાચા દિલથી રેગ, મૃત્યુ, આદિ શત્રુઓની સન્મુખ થઈને સમભાવ રાખી ઈચ્છિતાની સિદ્ધિ કરી લે. કર્મશત્રુઓને પરાજય કરી સુખી થા.
ર૯. જેને વિશેષ પરિચય હોય છે તેને સ્વાભાવિક રીતે જ પ્રેમ ઓછું થઈ જાય છે. તેવી જ રીતે ઔદારિકાદિ શરીરને પરિચય