________________
પ્રકરણ ૬ઠું : અંતિમ શુદ્ધિ
૮૧૭ કરવાથી કઠણ કર્મોને સમૂળ શીઘ્ર નાશ થઈ જાય છે અને આત્મારૂપ સુવર્ણ શુદ્ધ, સ્વચ્છ, નિર્મળ થઈ સિદ્ધ સ્વરૂપ બની જાય છે. અગર દેવ તે અવશ્ય થઈ શકે છે.
૨૩. જેવી રીતે ગજસુકુમાલજીના મસ્તક પર મિલ બ્રાહ્મણે અંગારા ભર્યા તેની મહુવેદના સહી, સ્કંદકજીના શરીરની સર્વ ચામડી તેમના બનેવીના અનુચરોએ ઉતારી લીધી તેની મહાવેદના તેઓએ સમભાવે વેઠી, સ્કંદકજના ૫૦૦ શિષ્યોને પાલક પ્રધાને ઘાણીમાં પીલ્યા તેની મહાવેદના સહી. આ ઇત્યાદિ મહાપુરુષોએ તીવ્ર વેદનાના ઉદય સમયે સમભાવ રાખ્યો તે તેમણે તત્કાલ મુક્તિ પ્રાપ્ત કરી લીધી. તેવી જ રીતે, તું પણ સમભાવ રાખીશ તે તારું પણ શીઘ્ર આત્મકલ્યાણ થઈ જશે તેમાં સંશય નથી.
૨૪. હે આત્મન ! તે નરકમાં ૧૦ પ્રકારની મહાક્ષેત્રવેદના સહન કરી છે. પરમાધામીના માર આદિ મહાકષ્ટો સહન કર્યા છે. તિર્યંચ નિમાં, સુધા, તૃષા, તાડન, પરવશતા, આદિ ઘણાં કષ્ટો સહન કર્યા છે. દેવામાં આભિગિક દેવ થઈને વજીમહારાદિ કષ્ટો સહન કર્યા છે. આમ, અનાદિ કાળથી મહા દુઃખ વેઠયાં છે, તેવું કષ્ટ તે. અહીં નથી જ. પરંતુ, જેટલા કર્મની નિર્જરા અનંત કાળમાં કષ્ટ સહન કરવાથી નથી થઈ તેટલી બજે તેથી પણ અનંત ગણું નિર્જરા અહીં જે આ પ્રબલ વેદનાને સમભાવે સહીશ તે થઈ જશે અને તે બધાં કષ્ટોથી મુક્ત થઈ પરમાનદી પરમ સુખી બની જઈશ.
૨૫. સંસારમાં જેમ લેણદેણના વ્યવહારમાં જે કંઈ કરજદાર શાહુકારને ૧૦૦ રૂપિયાના બદલામાં ૯૫ રૂપીયા આપીને નમ્રતાથી ફારગતી માગે તે તે આપી દે છે, અને જે તે ધૃષ્ઠતા કરે તે સવાયા દામ આપવાથી પણ છૂટકારે છે મુશ્કેલ થઈ જાય છે. તેવી જ રીતે,
ઉકત બન્ને સકંદકજી અલગ જાણવા. જેમની ખાલ ઉતારી તે મહાવીર સ્વામીના સમયમાં થયા અને જેમના શિષ્યોને ઘાણીમાં પીલ્યા તેઓ શ્રી મુનિસુવ્રત સ્વામીના વખતમાં થયા.
પર