________________
૮૧૫
પ્રકરણ છ ઃ અંતિમ શુદ્ધિ પીડિત કરવા લાગ્યો. આ સમાચાર તેને કઈ મિત્ર-રાજા સાંભળી સેના સહિત આવે અને કારાગૃહ કે કાષ્ટ પિંજરથી તેને છોડાવી સુખી કરે તેવી જ રીતે ચૈતન્યરૂપ રાજને કર્મરૂપ પરચકીએ સંસાર કારાગૃહમાં અને શરીરરૂપ કાષ્ટપિંજરમાં કબજે કરી રાખ્યું હતું. રેગશેક, વિયેગ, પરાધીનતા, આદિ વિવિધ દુઃખોથી પીડિત કરી રહ્યો હતું, તે દુઃખથી મુક્ત કરવાને માટે આ મૃત્યુરૂપ મિત્ર રોગરૂપ સેનાથી સજજ થઈ મને દુઃખથી મુક્ત કરવાને માટે આવ્યું છે તેથી તે ઉપકારક છે. તેના પ્રતાપથી જ હું આ સાંસારિક દુખેથી છૂટી ક્ષણમાત્રમાં પરમ સુખી બની જઈશ. આ ઉત્સાહ રાખી સમાધિમરણ કરે.
૧૬. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેઓએ ઉત્તમ એવાં સ્વર્ગ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત કર્યા છે, કરે છે અને કરશે તે બધે સમાધિમરણને જ પ્રતાપ છે એમ જાણવું જોઈએ. માટે હે સુખથી આત્મન ! તારે પણ સમાધિમરણ કરવું ઉચિત છે.
૧૭. કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બૂરી જેવી ઈચ્છા કરે તેવાં ફળ તેને મળે છે. તેવી જ રીતે, મૃત્યુ પણ કલ્પવૃક્ષ સમાન છે. તેની છાયામાં બેસીને અર્થાત્ મૃત્યુ સમયે જે વિષય, કષાય, મેહ-મમત્વાદિ ખરાબ ઈચ્છા કરે છે તે નરક તિર્યંચાદિ દુર્ગતિનાં દુખે પામે છે અને જે સમકિતયુક્ત ત્યાગ, વૈરાગ્ય, વ્રત, નિયમ, સત્ય, શીલ, દયા, ક્ષમા, આદિ ગુણેના આરાધન સહિત સમાધિભાવ ધારણ કરે છે તે સ્વર્ગ મેક્ષનાં સુખ મેળવે છે. એટલા માટે મૃત્યુરૂપ કલ્પવૃક્ષને પ્રાપ્ત કરીને હવે શુદ્ધ અને શુભ ભાવ રાખે જ શ્રેષ્ઠ છે, કે જેથી આત્મા પરમાનંદી, પરમસુખી બની શકે.
૧૮. અશુચિથી ભરેલા ફૂટેલા હાંડલા સમાન સદેવ સ્વેદ, મલ, મૂત્રાદિ અશુચિ ઝરતાં એવા આ અપવિત્ર અને જર્જરિત ઔદારિક શરીરના ફંદાથી છેડાવી અશરીરી બનાવનાર તથા દિવ્ય દેવતાના શરીરને પ્રાપ્ત કરાવનાર મૃત્યુ જ છે. એટલા માટે મૃત્યુનું સ્વાગત કરવું પરમ હિતાવહ છે.