________________
પ્રકરણ છઠ્ઠું : અંતિમ શુદ્ધિ
૮૧૩
પ્રેમ કરનારને જ તે ખારુ ઝેર લાગવા માંડે છે. તેમ જ તેના પાલકને પણ તે ગ્લાનિનું ઉત્પાદક બની જાય છે. અંતે મૃત્યુના ગ્રાસ બની તે મુડદુ' અની જાય છે ત્યારે તે જ સ્વજના તત્કાલ તે શરીરથી મેાહુના પરિત્યાગ કરીને અગ્નિમાં ભસ્મીભૂત કરી દે છે. આવી ક્મા શરીરની અને કુટુંબીઓની હાલત જાણવા જેવા છતાં પણુ શરીર અને સ્વજનથી મેાડુ છૂટતા નથી, એ સખેદાધ્ધની વાત છે!
૯. જે જીવે છે તે મરતા નથી અને જે મરે છે તે સદા જીવિત રહેતા નથી, અર્થાત્ આત્મા અવિનાશી છે અને શરીર વિનાશી છે. તેથી મૃત્યુ માત્ર શરીરને ગ્રાસ કરી શકે છે, નહિ કે આત્માને. જ્યારથી શરીર ઉત્પન્ન થયુ છે ત્યારથી ક્ષણે ક્ષણે તે ક્ષીણ થઇ રહ્યું છે. પરંતુ હું તો જેવા હુતૅ તેવા જ છું અને હેઈશ. મૃત્યુ મને પ્રાપ્ત થયું નથી, થતુ નથી, અને થશે પણ ન;િ આવે નિશ્ચય જેમને સભ્યજ્ઞાન દ્વારા થઇ ચૂકયા છે તેમને મૃત્યુના ભાય કદાપિ હાતા જ નથી.
૧૦. હું આકાશવત્ છું, એટલા માટે અગ્નિમાં ખળતા નથી, પાણીમાં ભીંજાતા નથી, વાયુથી ઊંડતે નથી. હુતાદિધી બ્રહ્મણુ કરી શકા નથી, નાશ પશુ પામતા નથી. વિશેષમાં આકાશ અચૈતન્ય, અમૃત છે, અને હુ' તે ચૈતન્યવંત મૂત હાવાથી અધિક સત્તાવ’ત છું, તેથી મને કોઇના પણ ભય કદાપિ હોય જ નિહ. ૧૧. જેવી રીતે શ્રીમંતના પુત્રના અંને બાજુનાં ગજવામાં મેવા ભરેલા હોય તા તે જે બાજુએ હાથ નાંખે તે બાજુથી સ્વાદિષ્ટ પદાર્થ જ મળે છે, તેવી જ રીતે મારા પણ અને હાથમાં મેવા છે. અર્થાત્ જીવતે છું તે સાંયમ પાળું છું-સ્વાધ્યાય, ધ્યાન, દાનાદિ કરું છુ, અને મરીશ તે સ્વર્ગ કે મેાક્ષના સુખના ભક્તા બનીશ. મહાવિદેહ ક્ષેત્રમાં સીમંધર સ્વામી આદિ તીથ કરે!નાં, ગણધરાનાં, સાધુ-સાધ્વી. એનાં દનનો લાભ પ્રાપ્ત કરીશ, ધર્મોપદેશ સાંભળીશ, પ્રશ્નોત્તર દ્વારા સંશયનું નિવારણ કરી તત્ત્વજ્ઞ બનીશ, જેથી રાગદ્વેષનુ ઉચ્છેદન કરવામાં સમર્થ બનીશ. અને પછી મનુષ્યજન્મને પ્રાપ્ત કરી સયમ તપથી કાંના ક્ષય કરી મેક્ષ પ્રાપ્ત કરીશ.