________________
૭૯૦
જૈન તત્વ પ્રકાશ
રસલુપી પ્રમાદી સાધુ તે અશુદ્ધ આહાર ગ્રહણ કરે છે તેમાં ગૃહસ્થને દોષ નથી. કેમ કે શ્રાવકનાં તે અભંગ દ્વાર કહ્યાં છે.
સાધુ મુનિરાજ આહારાદિ ગ્રહણ કરી પાછા ફરે ત્યારે તેમને સાતઆઠ ડગલાં પહોંચાડી નમસ્કાર કરી કહે કે, અહે પૂજ્ય ! આજે તે આપે મહાન લાભ આપે. આવી દયા વારંવાર કરજે. જે સાધુસાધ્વીને પ્રતિભવાને અવસર મળતું ન હોય તે એમ વિચારે કે ધન્ય છે તે ગામ-નગરને કે જ્યાં સાધુ સાધ્વી બિરાજે છે અને ધન્ય. છે તે પુણ્યશાળી ને કે, જેઓ ૧૪ પ્રકારનાં દાન પ્રતિલાલે છે.
બારમા વ્રતના પ અતિચાર ૧-૨. “સચિત્ત નિબૅવણુયા” અને “સચિત્ત હિણયા” અર્થાત્ સાધુજી સચિત્ત વસ્તુના સંઘટ્ટાવાળી કઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. આવું જાણવા છતાં પણ સાધુને દેવા ગ્ય વસ્તુ ન દેવાના ઈરાદાથી, સચિત્ત વસ્તુ ઉપર રાખે અથવા નીચે રાખે તે અતિચાર લાગે.
વિચારે કે યાચના કરશે ત્યારે વસ્તુ હોવા છતાં ના તે નહિ કહી શકું, પરંતુ સચિત્તને સંઘટ્ટો હશે તે તેઓ ગ્રહણ નહિ કરે. આવા વિચારથી જબરું અંતરાય કર્મ બંધાય છે. આ બે અતિચારથી બચવા માટે દાતાનું કર્તવ્ય છે કે, સાધુને માટે તે સચિત્ત વસ્તુને અચિત્ત વસ્તુથી અલગ ન કરે, પરંતુ ગૃહકાર્યને માટે સહેજે જ અલગ કરી હોય તે ફરીથી તેને સચિત્તના સંઘઢામાં રાખે નહિ
૩. કાલાઈક્રમે”—ભિક્ષાને કાળ વીતી ગયા પછી સાધુજીને દાન આપવાનું નિમંત્રણ કરે અથવા વસ્તુને કાળ વીતી ગયા પછી બગડી ગયેલી વસ્તુ વહેરાવવાનું મન કરવું તે.
૪. “પરેવસે–પિતે સૂઝ હોવા છતાં આળસ કે અભિમાનને લીધે ઊઠે નહિ અને હુકમ ચલાવે કે, સાધુજી આવ્યા છે, એમને કંઈક આપી દે અથવા ન દેવાની ઈચ્છાથી પિતાની વસ્તુ હોવા. છતાં તે પરની છે એમ કહે તે અતિચાર લાગે.