________________
૭૮૮
જૈન તત્ત્વ પ્રકાશ.
ગૃહસ્થના ઘરમાં જે ભજન નિષ્પન્ન થયું છે, તેમાં કુટુંબાદિ, ભેગવવાવાળા સર્વને હિસ્સો છે, પરંતુ જમતી વખતે થાળીમાં પિરસાયેલા ભેજનના માલિક આપણે પિતે છીએ. આપણા હિસ્સામાંથી મુનિરાજને વહેરાવતાં આપણને મહાન લાભની પ્રાપ્તિ થાય. છે. આ પ્રકારના લાભને અભિલાષી શ્રાવક જમવા બેસે ત્યારે સચેત વસ્તુને સંગ જરા પણ થાય તેવું ન રાખે. ગામમાં સાધુજી હોય કે ન હોય તે પણ ભેજનને ગ્રાસ ગ્રહણ કરવા પહેલાં ડો. સમય ધીરજ રાખી બારણા તરફ નજર કરે અને મનમાં ચિંતવે કે, કઈ સાધુ સાધ્વી પધારે તે તેને દાન દઈ કૃતાર્થ થાઉં. કેમ કે અપ્રતિબદ્ધ વિહારી સાધુ કદાચિત્ અચાનક પણ આવી ચડે છે.
સાધુ સાધ્વી દષ્ટિગોચર થઈ જાય તે ભાણામાં કોઈ જંતુ ન પડે તે બંદોબસ્ત કરીને તત્કાળ સાધુજીની સન્મુખ આવી નમસ્કાર કરે, અતિ આદરપૂર્વક ભેજનશાળામાં લઈ જઈને ઉત્કૃષ્ટ ઊલટભાવથી આહાર પ્રતિલાલે.
સાધુજને ૧૪ પ્રકારની વસ્તુઓ અપાય છે. (૧) “અસણું”—અન્ન, પકવેલા અન્નમાંથી જે જોઈએ તે
આપે.
(૨) “પાણું–પાણી, ઊનું પાણી, દ્રાક્ષાદિના ધાવણનું પાણી, છાશની પરાશ, શરબત, શેરડીને રસ, આદિ હાજર હોય તે વહોરાવે.
(૩) “ખાઈમ”—પકવાન, સુખડી ' અદ્ય મેવો, મીઠાઈ (૪) “સાઈમ'—સોપારી, એલચી, લવિંગ, ચૂર્ણ, આદિ. (૫) “વત્થ’–સૂતર, શણ કે રેશમનાં વેત વસ્ત્ર.
૧ છાલ રહિત પાકાં કેળાં, આમ્રરસ, પાકી કેરીની કાતરી, પિપૈયાં (બીજરહિત), તૂટેલી બદામ, પિસ્તાં, કોપરું, ઇત્યાદિ અચેત મે સાધુજીને કામમાં આવી શકે છે.