________________
પ્રકરણ ૬ ડું : અંતિમ શુદ્ધિ
૮૦૩ ૩. “અનશન” –જાવજીવ ત્રણ કે ચાર આહારનાં પચ્ચખાણ કરી લેવાં તે.
૪. “સંથારે”—મૃત્યુના બિછાનામાં છેલ્લી વખતનું શયન કરવા સજ્જ બને છે.
૫. “સંલેખના”—માયા, નિદાન અને મિથ્યાત્વ એ ત્રણે શલ્યની આલેચના, નિંદણા, ગહણ કરી શુદ્ધ બને તે, ઈત્યાદિ નામ સકામ મરણનાં કહ્યાં છે.
સાગારી સંથારે મૃત્યુને ભરોસો નથી, કેઈ વખતે અણચિંતવ્યું મૃત્યુ થતાં આત્મા ખાલી હાથે પરભવમાં ચાલ્યા જાય એ ડર લાવીને, ધર્માત્મા સદૈવ સૂતી વખતે ઈત્વર (અલ્પ) કાળને માટે અર્થાત જાગૃત થતાં સુધીનાં અને કદાચ નિદ્રામાં જ મૃત્યુ થઈ જાય તે યાજજીવનનાં પ્રત્યાખ્યાન કરી લે છે તેને સાગારી ૪ સંથારે કહે છે. તે આ પ્રમાણે કરી શકાય છે.
શયન કર્યા પહેલાં નવકાર, તિખુત્તો, ઈરિયાવહી તથા તસ્સઉત્તરીને પાઠ કહી ચાર લેગસ્સનો કાઉસ્સગ કરે, પછી એક લેગસ્સ પ્રગટ કહી બે હાથ જોડી કહે કે,- “ભમ્મતિ, ડઝતિ, મારંતિ કિવિ ઉવસગેણં મમ આઉ અંત ભવતિ તથા શરીર સંબંધ માહ મમત્ત અફ઼ારસ પાવઠાણું ચઉવિહં વિ આહાર સિરે” સુહ સમાહિએણું નિદ્દા વઈÉત્તિ તઓ આગાર” અર્થા-નિદ્રામાં કદાચિત્ સર્ષ સિંહાદિ ભક્ષણ કરી લે તેથી મૃત્યુ થઈ જાય, અગ્નિ પ્રગથી ભસ્મીભૂત થઈ જાઉં, પાણીમાં તણાઈ જાઉં, શત્રુ આદિ મારી નાખે, આયુષ્ય પૂર્ણ થતાં મરી જાઉં, તથા અન્ય કઈ પણ ઉપસર્ગ દ્વારા મારા આયુષ્યને અંત થઈ જાય, તે મારે શરીર સંબંધ, મેહ, મમત્વ, * સંક્ષેપમાં સાગારી સંથારો નીચેના એક દોહરાથી થઈ શકે છે.
આહાર શરીર ને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, મરણ આવે તો વોસિરું, જીવું તો આગાર.