________________
૮૦૨
જૈન તત્વ પ્રકાશ
પણ દરકાર ન કરતાં જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપરૂપ ચતુર’ગિણી સેનાથી સજ્જ થઈને સકામ મરણુરૂપ સંગ્રામ દ્વારા કાળરૂપ દુષ્કૃત શત્રુને પરાજય કરે છે, તેથી અનત અક્ષય આત્મિક સુખની પ્રાપ્તિ રૂપ મેાક્ષરાજ્યને પ્રાપ્ત કરી સદાને માટે નિર્વિઘ્ન થઇ જાય છે.
જેના જન્મ થયે તેનું મૃત્યુ તેા એક દિવસ અવશ્ય થવાનું છે. મૃત્યુથી ખચવાના જગતમાં કેઇ ઉપાય છે જ ડુ, તે પછી મૃત્યુને વણસાડી આત્માની ખરાબી શા માટે કરવી જોઇએ ? શા માટે અનંત મરણેાને વધારવાં જોઈએ? એક જ વખતના મૃત્યુથી ફરી કદી પણુ મરવું જ ન પડે એવા ઉપાય શા માટે ન કરવે ? આ ઉપાય ચાહે તેટલેા વિકટ હોય તે પણ એક વખતના મૃત્યુથી જેટલું દુઃખ થાય છે તેટલું દુઃખ સમાધિ મરણે મરતાં થતું નથી, આવે નિશ્ચય કરી શૂરવીર મહાત્મા જ સકામ મરણે મરી શકે છે અને મૃત્યુના દુ:ખથી સદાને માટે છૂટી શકે છે.
સકામ મરણુનાં ગુણનિષ્પન્ન ૫ નામ છે.
૧. ‘સકામ મચ્છુ’—મુમુક્ષુઓની કામના મૃત્યુથી બચવાની છે, તે સિદ્ધ થાય અર્થાત્ પુનઃ મરવું ન પડે તે સકામ મરણુ.
૨. ‘સમાધિ મરણ’—સવ પ્રકારની આધિ, વ્યાધિ, ઉપાધિથી પેાતાના ચિત્તની નિવૃત્તિ કરીને સમાધિભાવ ધારણ કરે છે તે.
* અદૃશ્ય થવાનું અંજન આંજીને એક ચેાર હંમેશ રાજાની સાથે ભાજન કરી જતા હતા. ચતુર પ્રધાને રસ્તામાં સૂકાં પાંદડાં બિછાવી દીધાં. ચેરના ચાલવા વડે પાંદડાંના ખડખડાટ થતાંની સાથે તેને પકડી લીધા. રાજાએ આ ચારને મહાભયંકર જાણી હુકમ કર્યો કે, ગા કરોડ સેાય ગરમ કરી ચારને રુંવાડે રુંવાડે ઘુસાડી દે. પછી લીલા ચામડામાં તેને મઢી દઈ દડીરૂપ બનાવી ચેકમાં રાખી જાહેર કરો કે, રસ્તે ચાલનાર દરેક મનુષ્ય તેને ઠોકરે ચડાવતા જાય. હવે કહા કે તે ચારને કેટલું દુ:ખ થતું હશે ? આવું દુ:ખ ગર્ભાશયમાં રહેલા જીવને પહેલા મહિનામાં થાય છે. બીજા મહિનામાં તેથી બમણું, ત્રીજામાં ત્રણગણું અને નવમા મહિનામાં નવગણું દુ:ખ થાય છે. અને જન્મતી વખતે ક્રોડગણું દુ:ખ થાય છે. અને મરતી વખતે તે ચારના દુ:ખથી ક્રોડાક્રોડગણું દુ:ખ થાય છે. જન્મ મરણનાં આવાં મહા ભયંકર દુઃખ છે એવું શાસ્રવચન છે.