________________
૮૧૦
જૈન તત્વ પ્રકાશ
૨. “પરલગાસંસપગે –આવી જ રીતે પરલેક સંબંધી સુખની વાંછા કરે. જેવી કે મને ઇંદ્ર, ઇંદ્રાણી, દેવ, દેવી કે અહેમેન્દ્રાદિની 0 પદવી પ્રાપ્ત થાય છે, તે અતિચાર લાગે.
૩. “જીવિયાસંસ૫ગે –સંથારો કરવાથી મહિમાપૂજા થતી જોઈ વિશેષ લેકનું આગમન જોઈ ઇચ્છા કરે કે, હું વધારે વખત જીવ રહે તે ઠીક. આમ ચિંતવે તે અતિચાર લાગે.
૪, “મરણસંસપેગે”—- શુ તૃષાદિ વેદનાએ વ્યાકુળ થઈ વિચાર કરે કે જલદી મરી જાઉં તે ઠીક. તે પણ અતિચાર લાગે.
પ. “ કામોગાસંસઓગે”સારાં રાગ, રાગિણી, વાજિંત્ર વગેરે સાંભળવાનું, નાટક, ચેટક, સ્ત્રી, આદિનાં રૂપ નિરીક્ષણ કરવાનું, અત્તર પુષ્પાદિ સુગંધી દ્રવ્ય સૂંઘવાનું, પત્ રસ ભેગવવાનું, સ્ત્રી શયન નાસનાદિ ભેગવવાનું નિયાણું કરે તે અતિચાર લાગે.
સંથારો કરનાર મહાત્માએ ઉક્ત પાંચે પ્રકારના વિચાર કદાપિ ન કરવા જોઈએ. અને સંતારાથી પ્રાપ્ત થતા પરમાનન્દ સુખના લાભને ગુમાવવું ન જોઈએ.
વિશેષ લખવાની કશી આવશ્યકતા નથી. સંક્ષેપમાં એટલું જ કહેવાનું કે, મોક્ષાભિલાષીઓએ વિષય માત્રનો સર્વથા પરિત્યાગ કરવો જોઈએ કે જેથી શીધ્ર આત્મકલ્યાણ થાય.
0 તપશ્ચર્યા તથા સંથારા આદિ ધર્મકરણી કરીને જે ઉકત પ્રકારે આ લોકપરલોક સંબંધી રિદ્ધિસિદ્ધિ સુખપ્રાપ્તિનો અનુબંધ બાંધે છે તે કોડોનો લાભ કોડીમાં ગુમાવી બેસે છે. ઘોડી કરણીનું વિશેષ ફળ મળતું નથી, તેમજ કરણીનું ફળ પણ નિષ્ફળ જતું નથી. તો પછી વાંછા કરીને કરણીનું ફળ શા માટે ગુમાવવું જોઈએ? નિર્વાઇક કરણી દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે કેવળ મોક્ષને અર્થેજ કરણી કરવી અને તેને મહાલાભ પ્રાપ્ત કરી લેવો.
* વધારે જીવવું કે ઝટ મરવું એ કોઈના હાથની બાજી નથી. ઇચ્છા કરવાથી આયુષ્ય ઓછું—અધિકું તો થતું નથી, પરંતુ કર્મબંધ તો અવશ્ય થાય છે. માટે નકામા વિચાર કરીને વિનાકારણ કર્મ બાંધવાં ન જોઇએ.