Book Title: Jain Tattva Prakash
Author(s): Amolakrushi Maharaj
Publisher: Shamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh

View full book text
Previous | Next

Page 832
________________ પ્રકરણ ૬ : અંતિમ શુદ્ધિ ૮૦૭ નીત–પીત્ત, ક્ષેમાદિ પરઠવવાની જગ્યાનું પ્રતિલેખન કરે, જે જીવ જંતુ કે વનસ્પતિ રહિત હોય તેને આંખથી સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ લે, પછી સવારે કરવાના સ્થાન પર આવી ગમનાગમનને પાપની નિવૃત્તિ અર્થે ઈરિયાવહિ પરિકમે. કાત્સર્ગ પારી લેગસ બેલી કહે કે, પ્રતિલેખનામાં પૃથ્વીકાય. આદિ છકાયની વિરાધના થઈ હોય તે તરસ મિચ્છામિ દુક્કડં. પછી જે કષ્ટ સહવા શરીર સમર્થ હોય તે જમીન પર તથા શિલા આદિ પર વસ્ત્રનું બિછાનું કરી તે ઉપર સંથાર કરે અને જે અસમર્થ હોય તે ઘઉં, ચોખા, કેદ્રવા, આદિનું પરાળ કે તૃણાદિ જે તદ્દન સાફ (ધાન્યરડિત) મળી જાય તે તે લાવી તેનું કા હાથ લાંબું અને ૧ા હાથ પહેલું બિછાનું કરે, તેને વેત વસ્ત્રથી ઢાંકીને તે ઉપર પૂર્વ તથા ઉત્તરાભિમુખ પયંકાદિ (પલાંઠી કે પાસન) આસને બેસે. અથવા જે આસન સુખદ માલુમ પડે, જેનાથી ચિત્તની સમાવિ રહે તે આસને બેસે. જે બેસવાની શકિત ન હોય તે ભીંતાદિકને ઠીંગણે બેસે અથવા સૂઈ જઈને પણ ઈચ્છા મુજબ સ્થિર આસન કરે. પછી બને હાથ જોડી દસે આંગળીઓ એકત્ર કરે. અને જે પ્રમાણે અન્ય દેશની આરતી ઉતારે છે, તે પ્રમાણે જોડેલા હાથને જમણી બાજુથી શરૂ કરી, ફરી જમણી બાજુ તરફ ત્રણ વાર લઈ મસ્તકે સ્થાપન કરે. પછી નમેલ્યુર્ણને પાઠ ભણે. પહેલું નમથુણં શ્રી સિદ્ધ ભગવંતને અને બીજુ શ્રી અરિહંત ભગવાનને કહેવું, વિશેષમાં છેલ્લું પદ-ઠાણું સંપત્તા ને બદલે “ઠાણું સંપાવિ૬ કામણું (એટલે સિદ્ધ પદ પામવાના ઈક) કહેવું, પછી ત્રીજુ નમેલ્યુ “મમ ધમ્મગુરુ ધમ્માયરિય ધમાલદેસણસ્સ જાવ સંપાવિએ કામ” અર્થાત્ મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશના દાતાર યાવત્ મોક્ષ પ્રાપ્ત કરવાના અભિલાષી તેમને નમસ્કાર છે. આ પ્રમાણે વંદન-નમન કરીને પછી પૂર્વે સમાચરણ કરેલાં સમકિત, વ્રત-નિયમમાં આજ સુધી સ્વવશે, પરવશે, જાણપણે, અજાણપણે જે કંઈ દેષ અતિચાર લાગ્યા હોય તેની આલેચના-વિચારણા કરી તેનાથી નિવત્ છું,

Loading...

Page Navigation
1 ... 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874