________________
૭૮૬
જૈન તત્ત્વ પ્રકાશ કરવાની, ચતુર્વિશતિ સ્તવન કરવાની પૂરી વિધિ કરે નહિ, તે અતિચાર લાગે.
ઉપર પ્રમાણે પાંચ અતિચાર તથા ૧૮ દેષરહિત નિર્દોષ પિષધવ્રતનું સમાચરણ કરવાથી ર૭,૭૭,૭૭,૭૭,૭૭૭ (સત્તાવીસ અબજ, ૭૭ કરેડ, ૭૭ લાખ, ૭૭ હજાર સાતસો સિત્તોત્તર પલ્યોપમ અને એક પલ્યને નવમે ભાગ અધિક) જેટલું દેવગતિનું આયુષ્ય બંધાય છે. આ વ્યાવહારિક ફળ જાણવું, અને નિશ્ચયમાં તે એક જ પિષધવ્રતનું સમ્યફ પ્રકારે આરાધન કરનાર અનંત ભવભ્રમણથી મુક્ત થઈ છેડા જ ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી લે છે. ચકવતી મહારાજા સ્વાર્થ સાધનાથે દ્રવ્ય તપ-દ્રવ્ય પિષ કરે છે, તે પણ અઠમ પિષાથી છ ખંડના રાજ્યના ભોક્તા બની જાય છે. હજારે દેવ તેમની આજ્ઞામાં પ્રવર્તે છે. ૯ નિધાન, ૧૪ રત્ન આદિ મહાસિદ્ધિ પ્રાપ્ત કરે છે.
આવી જ રીતે, વાસુદેવાદિ અનેક પુરુષેએ એક જ તેલાના પિષધવ્રતમાં મોટા મોટા દેવતાઓને પોતાના વશવત બનાવી દીધા છે, તેમની પાસે અનેક કાર્યો કરાવ્યાં છે. તે જેઓ નિશ્ચય પિષધવ્રત કરશે, જિનાજ્ઞાનુસાર તેના આરાધક બનશે તો તેનું ફળ તે અકથ્ય છે.
પિષધવ્રતને આમ આત્મગુણનાં અનંત સુખને દાતા સમજીને સુજ્ઞ શ્રાવક મહિનામાં છે પાષા (બે આઠમના બે અને ચૌદશ પાખીના બે છઠ પોષા) અવશ્ય કરે. કદાચિત છ ન બની શકે તે બે આઠમ અને બે પાખી એમ મહિનામાં ૪ ષિા તે જરૂર કરે. અને ૪ પણ ન બને તે બે પાખીને બે પિષા તે જરૂર જ કરે. મહિનામાં ૨૮ દિવસ ભલે પેટ ભરીને ખાઓ, પણ બે દિવસ તે ઉપવાસ સહિત પિષા અવશ્ય કરવા જોઈએ.
કેટલાક જીવે દેખાદેખીથી પાખીના ઉપવાસ તે કરે છે પણ સંસારના ધંધા રોજગાર તેમને એટલા પ્રિય હોય છે કે, ઉપવાસને દિવસે પણ તેઓ તેને છેડી શકતા નથી. કદાચિત કઈ પિષધવ્રત કરવાને ઈરાદે કરે છે, તે આખો દિવસ બંધ કરી દિવસ અસ્ત
*