________________
દિવસે કરે તે
“યાવચ્ચ કાલીના પાટલી
७८४
જેન તત્વ પ્રકાશ (૫) દાગીના પહેરે અને, (૬) વસ્ત્ર તથા હસ્તાદિ રંગે, એટલાં કાર્યો પિષધનિમિત્તે આગલે દિવસે કરે તો દોષ લાગે. તથા પિષધ કર્યા બાદ (૭) અવિરતિને સત્કાર કે આસન આપે, વૈયાવચ્ચ કરે, (૮) શરીરની વિભૂષા કરે. જેમ કે શરીરના વાળ, દાઢી, મૂછ, સમારે, ધોતીની પાટલી જમાવે, (૯) પિતાના કે પરના શરીરને મેલ ઉતારે. (૧૦) દિવસે શયન કરે અને રાત્રે બે પહોરથી અધિક નિદ્રા લે, (૧૧)ગુચ્છા વગેરેથી શરીરને પૂજ્યા વિના ખરજ ખણે, (૧૨) દેશ દેશાન્તરની, રાજરજવાડાની, લડાઈ ઝઘડાની, સ્ત્રીના શું શર, હાવભાવ, ભોગવિલાસની, ભોજન બનાવવાની, સ્વાંદની, ઈત્યાદિ વિકી કરે, (૧૩) ચાડી ચુગલી નિંદા કે ઠઠ્ઠામશ્કરી કરે, (૧૪) વ્યાપાર, લેણદેણની, હિસાબની કથા કરે, ગપ્પાં મારે, (૧૫) પિતાના શરીરનું કે સ્ત્રી આદિના શરીરનું સરગદષ્ટિથી નિરીક્ષણ કરે, ગોસ, જાતિ, જ્ઞાતિ, વગેરે સાંસારિક સંબં ધની વાતો કરે, (૧૭) ઉઘાડે મેઢે બેલે તથા જેમની કને સચેત વસ્તુ, હોય તેની સાથે વાર્તાલાપ કરે અને (૮) પાષધમાં રુદન કરે તે દોષ લાગે.
પોષ વ્રતનું સમાચરણ કરનારે ઉપલા ૧૮ દોષને પરિત્યાગ કરવું જોઈએ.
પષધવ્રતના ૫ અતિચાર ૧. અપડિલેહિય-પડિલેહિય સિજા સંથારે—જે સ્થાનમાં પોષે કર્યો હોય તે સ્થાનનું તથા બિછાનું, ઓઢવાના વસ્ત્ર, પરાલ પાટ આદિનું સૂમ દષ્ટિથી પ્રતિરેખન કર્યું ન હોય, પૂરેપૂરુ દેખ્યા વિના પ્રતિલેખન કરી કામમાં લીધાં હોય તથા હલનચલન કરતાં, ગમનાગમન કરતાં જમીનની કે પથારીની પ્રતિલેખન ન કરે અથવા ખરાબ રીતે પ્રતિલેખન કરે તે અતિચાર લાગે. કારણ તેમ કરવાથી ત્રસસ્થાવર જીવોની હિંસા થવાનો સંભવ છે
પ્રતિલેખન–જેવું, તપાસવું, નિરીક્ષણ કરવું.