________________
જૈન તત્ત્વ પ્રકાશ
વમાનમાં સુભાગ્યે દયથી સાધુ સાધ્વીને દાન દેવાને સુઅવસર સાંપડયા છે, તે ઉત્સુક ભાવે ભક્તિપૂર્વક યથાચિત દાન દઈ મહાલાભ પ્રાપ્ત કરશે તે આ લેક પરલેાકમાં સુખી થશે અને અનુક્રમે મેક્ષનાં અનંત સુખાને મેળવશે.
૭૯૪
આ ૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત એ ૧૨ વ્રતનુ સક્ષિપ્ત વર્ણન કર્યું.
જો શક્તિ હોય તે ખારે તેનું પાલન કરવુ. નહિ તે શક્તિ અનુસાર અને તેટલાં વ્રત 'ગીકાર કરી જેમ જેમ અવસર પ્રાપ્ત થતા જાય તેમ તેમ તેમાં વૃદ્ધિ કરી બાર વ્રતધારી શ્રાવક બનવું જોઇએ. શ્રાવકની ૧૧ પ્રતિમા
ઉપર્યુક્ત ખારે તેનું યથાવિધિ શુદ્ધ સમાચરણુ કરતાં કરતાં વૈરાગ્યભાવમાં વૃદ્ધિ કરતાં કરતાં જ્યારે વિશેષ વૈરાગ્યભાવ આવે છે ત્યારે શ્રાવક અધિક ધર્માંવૃદ્ધિ કરવાના અભિલાષી ગૃહકાર્ય અને પરિગ્રાદિના ભાર પોતાના પુત્ર કે ભ્રાતા વગેરે, જે તેનુ નિવહન કરવાને સમં હોય તેને સોંપી દે છે, અને પોતે ગૃહકુટુંબના મમત્વથી નિવૃત્તિ પામે છે. અને ધર્મવૃદ્ધિનાં ઉપકરણ જેવાં કે, આસન, ગુ, રજોહરણ, મુખવસિકા, માળા, પુસ્તક તથા એઢવા બિછાવવાનાં વસ્ત્ર આદિ ગ્રહણ કરીને પેષધશાલા આદિ ધર્મસ્થાનકમાં ચાલ્યા જાય છે, અને પછી નીચે પ્રમાણે શ્રાવકની ૧૧ પડિમા (પ્રતિમા)નું યથાવિધિ સમાચરણ કરે છે.
૧ દસણ ડિમાએક મહિના પર્યંત નિળ સમકિત પાળે, શકા, કાંક્ષાદ્ઘિ પાંચ અતિચારમાંથી કાઇ પણ આંતચાર કિચિત્માત્ર પણ શરીરને સ્થિર રાખી સંવર, સામાયિક, પ્રતિક્રમણ, પાષધાપવાસ આદિ ધર્મનું પાલન કરે છે, પરંતુ મનુષ્ય લેાકની બહાર સાધુને યોગ ન હોવાથી . અતિથિસંવિભાગ વ્રત નિષ્પન્ન ન થતું હાવાથી પશ્ચાત્તાપ કરે છે. યથાશક્તિ ધર્મનું આરાધન કરી આયુષ્યને અંતે સમાધિમરણે મરી ઉત્કૃષ્ટા આઠમા દેવલાકમાં દેવપણે ઊપજે છે અને થોડા જ ભવમાં મેક્ષ પ્રાપ્ત કરી લે છે.