________________
પ્રકરણ ૬ હું
અંતિમ શુદ્ધિ मृत्युमार्ग प्रवर्तस्य, वीतरागो, ददातु मे । समाधिबोधपाथेय, यावन्मुक्तिपुरी पुरः ॥
(મૃત્યુ મહોત્સવ) અર્થાત્ જેવી રીતે પરદેશમાં રહેલા પિતાના પુત્રને ઘેર બેલાઆવવાને માટે દયાળુ પિતા પત્ર દ્વારા રસ્તાની માહિતી આપે છે અને
ખરચીને માટે દ્રવ્ય પણ મોકલે છે, જેથી તે સુખે સુખે રસ્તે પસાર કરી ઘેર પહોંચી શકે. તેવી જ રીતે, હે પરમ દયાળુ પિતા વીતરાગ દેવ ! હું પણ મૃત્યુમાર્ગમાં પ્રવૃત્ત અને મુક્તિપુરી પ્રાપ્ત કરવાને અભિલાષી છું, એટલા માટે આપ મારા ઉપર કૃપા કરીને મુક્તિને સુખેથી પ્રાપ્ત કરી શકું એવી ચિત્તની સમાધિ અને જ્ઞાનાદિ ત્રણ રત્નરૂપ બધિનું ભાથું આપીને મુક્તિપુરીમાં મને તેડાવી લે.
મૃત્યુના ૧૭ પ્રકાર ૧. ઉત્પન્ન થયા પછી પ્રતિસમય આયુષ્ય કમતી થતું જાય છે તે અવિચિય મૃત્યુ.
૨. વર્તમાન કાળમાં જે શરીરરૂપ પર્યાય પ્રાપ્ત થઈ છે તેને અભાવ થાય તે “તદ્દભવ મૃત્યુ
૩. ગત ભવમાં આયુર્બધ કરી અહીં ઉત્પન્ન થાય તે આયુ અને અહીં પૂર્ણ થાય તે “અવધિ મૃત્યુ
૪. સર્વથી અને દેશથી આયુ ક્ષીણ થાય તથા બંને ભવમાં એક જ પ્રકારનું મૃત્યુ થાય તે “આઘંત મૃત્યુ